<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

ડાર્ક કોમેડી, સસ્‍પેન્‍સ અને ઇમોશન્‍સનો અનોખો મેળ લાવશે ‘મોમાકુ- મોટર માચીસ ઔર કટર'

મોમાકુ - મોટર માચીસ ઔર કટર ૪ જૂન, ૨૦૨૬ થી કેબલવન પર સ્‍ટ્રીમ થશે

મુંબઈ,તા.૩૦: ફિલ્‍મ Momacu  Motor Machis Aur Cutter દર્શકોને ડાર્ક કોમેડી, સસ્‍પેન્‍સ અને ઇમોશનલ ડ્રામાનો અનોખો અનુભવ કરાવવાની તૈયારીમાં છે. કેબલવન અને સાગા સ્‍ટુડિયો દ્વારા પ્રસ્‍તુત, આ ફિલ્‍મ હેરી ભટ્ટી ફિલ્‍મ્‍સ સાથે મળીને બનાવવામાં આવી છે. આ ફિલ્‍મ કુલદીપ કુણાલ દ્વારા લખાયેલ અને દિગ્‍દર્શિત છે.

આર્ટ બીટ હાઉસ અને આર્ટ વર્શીપર્સ પ્રોડક્‍શન્‍સના બેનર હેઠળ બનેલી આ ફિલ્‍મ એક જ રાતમાં બનતી ઘટનાઓ પર આધારિત છે. ફિલ્‍મમાં વાસ્‍તવિકતા, અફરાતફરી, માનવીય ભાવનાઓ અને સિટ્‍યુએશનલ હ્યુમરને ઝડપી અને થ્રિલિગ અંદાજમાં રજૂ કરવામાં આવ્‍યું છે.

ફિલ્‍મમાં મહત્‍વપૂર્ણ ભૂમિકામાં જોવા મળનારા અભિનેતા જાતિન સરનાએ મિડ-ડે સાથે વાત કરતાં કહ્યું કે ફિલ્‍મની વાર્તા સાંભળતાં જ તેઓ તરત જ આ પ્રોજેક્‍ટ સાથે જોડાવા તૈયાર થઈ ગયા હતા. ‘‘આ એવી સ્‍ટોરી છે જે હું હંમેશા જોવા માગતો હતો. આ વાર્તા ખૂબ જ રૂટેડ અને રિયલ લાગે છે,'' તેણે કહ્યું.

ફિલ્‍મને અન્‍ય કોમેડી ડ્રામાથી અલગ બનાવતી બાબત અંગે વાત કરતાં જતિન સરનાએ જણાવ્‍યું કે પ્‍ંર્ળીણૂયમાં હાસ્‍ય માટે સસ્‍તા જોક્‍સ, બોડી શેમિગ અથવા ફોર્સ્‍ડ કોમેડીનો સહારો લેવામાં આવ્‍યો નથી. ‘‘એક સામાન્‍ય માણસની ગંભીર પરિસ્‍થિતિ જ ફિલ્‍મમાં હ્યુમર બનાવે છે અને એ જ તેની સૌથી મોટી ખાસિયત છે,'' તેણે ઉમેર્યું.

અભિનેત્રી અપુર્વા અરોરાએ જણાવ્‍યું કે ફિલ્‍મની સ્‍ટોરી અને તેની પાછળનો વિશ્વાસ તેમને ખૂબ પસંદ આવ્‍યો હતો. ‘‘આવી સ્‍ટોરી પહેલાં ક્‍યારેય બની નથી. ફિલ્‍મની કન્‍વિક્‍શન જ એવી હતી કે મેં તરત જ હા કહી દીધી,'' તેણે કહ્યું. અપુર્વાએ ફિલ્‍મને ડાર્ક કોમેડી ગણાવતા જણાવ્‍યું કે ફિલ્‍મની સિટ્‍યુએશન્‍સ પોતે જ દર્શકોને હસાવશે.

ફિલ્‍મનો સૌથી મજબૂત પાસો તેની સ્‍ટોરી છે એવું જણાવતાં જાતિન સરનાએ કહ્યું કે ‘‘આ ફિલ્‍મમાં કન્‍ટેન્‍ટ જ કિગ છે.'' તેમણે ફિલ્‍મની કાસ્‍ટ અને ટીમની પ્રશંસા કરતાં કહ્યું કે દરેક કલાકારે દિલથી કામ કર્યું છે.

શૂટિગના અનુભવ અંગે વાત કરતાં અપુર્વાએ જણાવ્‍યું કે આખી ટીમ એક પરિવારની જેમ સાથે કામ કરતી હતી. ‘‘અમે ક્‍યારેય આ ફિલ્‍મને કોઈ એક વ્‍યક્‍તિની ફિલ્‍મ તરીકે નહોતી જોઈ. અનેક મુશ્‍કેલીઓ વચ્‍ચે પણ દરેકે આ પ્રોજેક્‍ટને પોતાનો માનીને કામ કર્યું,'' એમ તેમણે કહ્યું.

જતિન સરનાએ કહ્યું કે ફિલ્‍મનું શૂટિગ ઠંડા વાતાવરણમાં થયું હતું., જે ફિલ્‍મના વિઝ્‍યુઅલ્‍સને વધુ અસરકારક બનાવશે. ખાસ વાત એ છે કે Momacu  Motor Machis Aur Cutter ૧૧ ભાષાઓમાં રિલીઝ થવાની છે, જેના કારણે આ ફિલ્‍મ પેન ઈન્‍ડિયા સ્‍તરે પહોંચશે.

અપુર્વાના મતે ફિલ્‍મની સ્‍ટોરી એટલી રૂટેડ અને રિલેટેબલ છે કે દેશભરના દર્શકો સરળતાથી તેની સાથે જોડાઈ શકશે. ‘‘આ ફિલ્‍મ લોકલ છે અને એ જ તેને યુનિવર્સલ બનાવશે,'' અપૂર્વાએ ફિલ્‍મની પ્રશંસા કરતા કહ્યું.

દિગ્‍દર્શક કુલદીપ કુણાલે ફિલ્‍મને અફરાતફરી, સંઘર્ષ અને માનવીય ભાવનાઓમાંથી જન્‍મેલી સ્‍ટોરી ગણાવી. ‘‘અમે ફિલ્‍મને એક સાથે રિયલ, થ્રિલિગ, અસ્‍વસ્‍થ બનાવતી અને ફની બનાવવા માગતા હતા. દરેક પાત્ર પોતાની અંદર કોઈ રહસ્‍ય અને સંઘર્ષ લઈને ચાલે છે,'' તેમણે જણાવ્‍યું.

મોમાકુ - મોટર માચીસ ઔર કટર ૪ જૂન, ૨૦૨૬ થી કેબલવન પર સ્‍ટ્રીમ થશે.

(9:58 AM IST)