News of Sunday, 30th August 2026
સપ્ટેમ્બરમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે 'મિર્ઝાપુર: ધ મૂવી': ૪ સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે
એમેઝોન એમજીએમ સ્ટુડિયો અને એક્સેલ એન્ટરટેઈનમેન્ટની ચર્ચિત ફિલ્મ 'મિર્ઝાપુર: ધ મૂવી' ને સીબીએફસી તરફથી 'એ' સર્ટિફિકેટ મળી ગયું છે અને તે આગામી ૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં ધમાકેદાર એન્ટ્રી કરવા જઈ રહી છે.

નવી દિલ્હી : ભારતીય મનોરંજન જગતમાં સૌથી વધુ લોકપ્રિય બનેલી વેબ સિરીઝ 'મિર્ઝાપુર' હવે મોટા પડદા પર ધૂમ મચાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે, જ્યાં એક્સેલ એન્ટરટેઈનમેન્ટ અને એમેઝોન એમજીએમ સ્ટુડિયોના સંયુક્ત ઉપક્રમે આગામી ૪ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ આ ફિલ્મને સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે અને સેન્સર બોર્ડ (CBFC) દ્વારા તેને સત્તાવાર રીતે 'એ' (Adults Only) સર્ટિફિકેટ પણ પ્રદાન કરી દેવામાં આવ્યું છે.
ઘટનાની વિગતો આપતા નિર્માણ પક્ષના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે કે લગભગ ત્રણ સફળ સીઝન સુધી દર્શકોના દિલ પર રાજ કર્યા બાદ 'મિર્ઝાપુર' ની આખી દુનિયા હવે મોટા પડદા પર ઉતરી રહી છે, જેમાં દર્શકોના માનીતા પાત્રો એવા ગુડ્ડુ પંડિત અને કાલીન ભૈયા પોતાની આગવી અને શક્તિશાળી અંદાજમાં પાછા ફરી રહ્યા છે અને મિર્ઝાપુરના સિંહાસન માટેના રક્તપાત તથા વિશ્વાસઘાતની આ રોમાંચક કહાની સિનેમાઘરોમાં નવો ઈતિહાસ રચશે.
આ ફિલ્મને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે વેબ સિરીઝના મજબૂત પ્લોટ અને સંવાદોને મોટા પડદાના ભવ્ય કેનવાસ પર જોવા માટે દર્શકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, અને નિર્માતાઓએ આ પ્રોજેક્ટને વધુ આકર્ષક બનાવવા માટે કોઈ કસર છોડી નથી જેથી બોક્સ ઓફિસ પર તે રેકોર્ડબ્રેક કમાણી કરી શકે.
'મિર્ઝાપુર' ની આ સફર ભૂતકાળમાં ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રભુત્વ જમાવી ચૂકી છે, ત્યારે હવે OTT થી થિયેટર સુધીની આ સફર ભારતીય સિનેમામાં કન્ટેન્ટ ડ્રિવન ફિલ્મો માટે એક નવો રાહ ચીંધશે તેવી અપેક્ષા છે; આગામી સમયમાં ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ પ્રમોશનની રણનીતિઓ વધુ તેજ કરવામાં આવશે.
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
