તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th September 2026
મલયાલમ અભિનેત્રી એશ્વર્યા લક્ષ્મીનો ટ્રોલર્સ પર આક્રોશ: "શું આપણી સંસ્કૃતિની બધી જ વાતો માત્ર મહિલાઓની નેકલાઈન સુધી જ સીમિત છે?"
ડાયમંડ જ્વેલરી એક્ઝિબિશનમાં આઉટફિટને લઈને સોશિયલ મીડિયા પર થયેલી ટીકાઓ પર એક્ટ્રેસનું મૌન ભંગ: ફોટોગ્રાફર્સના ગેરવર્તણૂક અને બોડી શેમિંગ પર સવાલો ઉઠાવ્યા

મુંબઈ : મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અને પ્રતિભાશાળી અભિનેત્રી એશ્વર્યા લક્ષ્મી (Aishwarya Lekshmi) પોતાના એક ડ્રેસિંગ સંબંધિત વિવાદને લઈને લાંબા સમય બાદ ખુલીને સામે આવી છે. થોડા સમય પહેલાં એક ડાયમંડ જ્વેલરીના એક્ઝિબિશનમાં પહોંચેલી એક્ટ્રેસના પોશાકને લઈને સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવી હતી. આ મામલે ચાર મહિના બાદ મૌન તોડતા એશ્વર્યાએ ફોટોગ્રાફર્સની માનસિકતા અને સોશિયલ મીડિયા ટ્રોલર્સ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે અત્યંત બેધડક સવાલ પૂછ્યો છે કે, શું કોઈ પણ મહિલાની ક્લિવેજ આ દેશની સૌથી મોટી સમસ્યા છે અને શું આપણી સંસ્કૃતિની તમામ ચર્ચાઓ માત્ર મહિલાઓની નેકલાઈન પૂરતી જ સીમિત છે?
અભિનેત્રીએ ખુલાસો કરતા જણાવ્યું કે, તે ઇવેન્ટમાં માત્ર એક ફ્રેન્ડલી બ્રાન્ડ સાથેના સંબંધોને કારણે ગઈ હતી અને તેણે 'કીહોલ' નેકલાઈનવાળો ડ્રેસ પહેર્યો હતો, જે તેના મિત્રોને ખૂબ ગમ્યો હતો. પરંતુ ઇવેન્ટમાં પહોંચ્યા બાદ તેને અહેસાસ થયો કે ફોટોગ્રાફર્સ તેના ચહેરાને કેપ્ચર કરવાના બદલે જાણી જોઈને ચોક્કસ એંગલથી તેના શરીરના અંગો પર ફોકસ કરી રહ્યા હતા. આ પ્રકારના અયોગ્ય વર્તનને કારણે તેને ભારે અસહજતા અનુભવાઈ હતી અને તેની પર્સનલ બાઉન્ડ્રીનું ઉલ્લંઘન થયું હોવાનો અહેસાસ થયો હતો.
'ગાર્ગી' અને 'પોન્નિયિન સેલ્વન' જેવી સુપરહિટ ફિલ્મોમાં શાનદાર અભિનય કરી ચૂકેલી એશ્વર્યાએ સ્પષ્ટ કર્યું કે તે આવી નકામી ટીકાઓ કે ટ્રોલિંગથી જરાય ડરતી નથી અને તેને આ બધી બાબતોથી કોઈ ફરક પડતો નથી. તેમ છતાં, એક કલાકાર તરીકે જાહેર સ્થળો પર મહિલાઓની પ્રાઈવસી અને સન્માન જળવાવું જોઈએ તે મુદ્દે તેમણે અવાજ ઉઠાવ્યો છે. તેમના આ બોલ્ડ નિવેદન બાદ હવે મલયાલમ સિનેમા અને સોશિયલ મીડિયા પર મહિલા સેલેબ્સની પ્રાઈવસી અને મોરલ પોલીસિંગને લઈને નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.
(8:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
