તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd September 2026
લોલાપાલૂઝા ઈન્ડિયા ૨૦૨૭ ના મંચ પર મચશે ધમાલ: પ્રખ્યાત ગાયિકા ઓલિવિયા ડીને મુંબઈમાં ડેબ્યૂ કરવાની કરી સત્તાવાર પુષ્ટિ
મહાલક્ષ્મી રેસકોર્સ ખાતે ૨૩-૨૪ જાન્યુઆરી, ૨૦૨૭ ના રોજ યોજાનાર સંગીત મહોત્સવમાં કાત્સે અને 5SOS ની પણ અફવાઓ વચ્ચે સંગીતપ્રેમીઓમાં ભારે ઉત્સાહ

મુંબઈ, તા.૦૨: મુંબઈના સંગીત પ્રેમીઓ માટે એક ખૂબ જ મોટા અને રોમાંચક સમાચાર સામે આવ્યા છે. વિશ્વપ્રસિદ્ધ મ્યુઝિક ફેસ્ટિવલ 'લોલાપાલૂઝા ઈન્ડિયા ૨૦૨૭' નું પહેલું હેડલાઈનર નામ સત્તાવાર રીતે બહાર આવી ગયું છે. લોકપ્રિય બ્રિટિશ ગાયિકા ઓલિવિયા ડીને ખુદ સોશિયલ મીડિયા અને RSVP પેજ દ્વારા પુષ્ટિ કરી છે કે તે મુંબઈમાં યોજાનાર આ ફેસ્ટિવલનું મુખ્ય આકર્ષણ બનશે અને હેડલાઇનિંગ કરશે.
આ ફેસ્ટિવલ આગામી વર્ષે ૨૩ અને ૨૪ જાન્યુઆરી, ૨૦૨૭ ના રોજ મુંબઈના પ્રખ્યાત મહાલક્ષ્મી રેસકોર્સ ખાતે યોજાવા જઈ રહ્યો છે. ઓલિવિયા ડીનની આ જાહેરાત બાદ ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, આયોજકો દ્વારા હજુ સંપૂર્ણ લાઇન-અપ જાહેર કરવામાં નથી આવ્યું, પરંતુ સોશિયલ મીડિયા પર કાત્સે (KATSEYE), 5 Seconds Of Summer (5SOS), લિમ્પ બિઝકિટ, સીધે મૌત અને અનુવ જૈન જેવા દિગ્ગજ કલાકારોના નામની પણ જોરશોરથી અફવાઓ ચાલી રહી છે.
ટિકિટ વેચાણ અને કિંમતો
ફેસ્ટિવલ માટે ટિકિટોનું વેચાણ પણ શરૂ થઈ ચૂક્યું છે. RuPay કાર્ડધારકો માટે પ્રી-સેલ વિન્ડો પૂર્ણ થયા બાદ, હવે અર્લી બર્ડ સેલ શરૂ થઈ ગયો છે. આ ટિકિટોની કિંમત ₹૬,૯૯૯ અને ₹૭,૪૯૯ થી શરૂ થઈને કેટેગરી મુજબ ₹૪૮,૯ સુધી ઉપલબ્ધ છે. મુંબઈના આ સૌથી મોટા સંગીત મહોત્સવમાં ભાગ લેવા માટે યુવાનોમાં ભારેડ્રાઈવ અને એડવાન્સ બુકિંગનો ક્રેઝ જોવા મળી રહ્યો છે.
(4:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
