News of Wednesday, 25th November 2026
સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદી! રણવીર- શાહરૂખની બે ફિલ્મો ટોપ પર
આમિર ખાનની ‘દંગલ' હજુ પણ પ્રથમ સ્થાને અડીખમઃ બીજા સ્થાને ૧૮,૫૨.૪૪ કરોડ રૂપિયાની કમાણી સાથે ધુરંધરઃ ધ રિવેન્જ, રૂપિયા ૧૮૧૦.૬૦ કરોડની કમાણી સાથે બાહુબલી ૨: ધ કન્ક્લુઝન ત્રીજા સ્થાને

મુંબઈ, તા.૨૫: ભારતીય ફિલ્મો બોક્સ ઓફિસ પર જે ઐતિહાસિક સફળતા મેળવી છે, તેની ઝલક સૌથી વધુ કમાણી કરનારી ટોપ-૧૦ ભારતીય ફિલ્મોની યાદીમાં સ્પષ્ટ દેખાય છે. આંકડા પ્રમાણે, આમિર ખાનની ‘દંગલ' હજુ પણ પ્રથમ સ્થાને અડીખમ છે, જ્યારે ૨૦૨૬માં રિલીઝ થયેલી ‘રામાયણઃ પાર્ટ ૧' એ ટોપ-૫ માં સ્થાન મેળવી લીધું છે. આ યાદીમાં ૯મા અને ૧૦મા ક્રમે શાહરૂખ ખાનની ફિલ્મોએ પોતાનો કબજો જમાવી રાખ્યો છે.
ભારતની ટોપ-૧૦ હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મોની વાત કરવામાં આવે તો, વર્લ્ડવાઈડ રૂપિયા ૧,૯૬૮થી રૂપિયા ૨,૦૫૪ કરોડ સાથે દંગલ પહેલા સ્થાને છે. તે પછી બીજા સ્થાને ૧૮,૫૨.૪૪ કરોડ રૂપિયાની કમાણી સાથે ધુરંધરઃ ધ રિવેન્જ, રૂપિયા ૧૮૧૦.૬૦ કરોડની કમાણી સાથે બાહુબલી ૨: ધ કન્ક્લુઝન ત્રીજા સ્થાને આવે છે. તે પછી ક્રમશઃ રૂ.૧,૬૨૨ - રૂ.૧,૮૦૦ કરોડ સાથે પુષ્પા ૨: ધ રૂલ, રૂ.૧,૭૦૦ કરોડની કમાણી સાથે રામાયણઃ પાર્ટ ૧, રૂ.૧,૩૫૦.૮૩ કરોડની કમાણી સાથે ધુરંધર, રૂ.૧,૩૦૦ - રૂ.૧,૩૮૭ કરોડની કમાણી સાથે RRR, રૂ.૧,૨૦૦ - રૂ.૧,૨૫૦ કરોડની કમાણી સાથે ‘કેજીએફઃ ચેપ્ટર ૨' , રૂ.૧,૧૪૮.૩૨ કરોડની કમાણી સાથે જવાન અને રૂ.૧,૦૫૦.૩૦ કરોડની કમાણી સાથે ‘પઠાણ' આવે છે.
દંગલની વાત કરીએ તો, ૨૦૧૬ની આ ફિલ્મે વિશ્વભરમાં રૂ.૧,૯૬૮ થી રૂ.૨,૦૫૪ કરોડની કમાણી કરીને ભારતીય સિનેમાનો સૌથી મોટો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો હતો. તે પછી ધુરંધરઃ ધ રિવેન્જે કમાણીના અદભૂત આંકડા સાથે બોલિવુડને વિશ્વમાં અલગ ઓળખ આપી હતી. એસ.એસ. રાજામૌલીની આ તેલુગુ ફિલ્મ ‘બાહુબલી ૨' પણ ટોપ ૧૦માં આવે છે. ૨૦૨૪માં આવેલી આ તેલુગુ ફિલ્મ ‘પુષ્પા-૨' રૂ.૧,૬૨૨ થી રૂ.૧,૮૦૦ કરોડ વચ્ચેની કમાણી કરીને ટોપ-૫ માં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે.
૨૦૨૬માં રિલીઝ થયેલી આ ભવ્ય પૌરાણિક ફિલ્મ ‘રામાયણઃ પાર્ટ ૧' એ દેશ અને વિદેશમાં જોરદાર કમાણી કરતા આશરે રૂ.૧,૭૦૦ કરોડના આંકડા સાથે સીધો પાંચમો નંબર હાંસલ કર્યો છે. આ ટોપ ૧૦ યાદીમાં શાહરૂખ ખાન અને રણવીહ સિંહની બે ફિલ્મોએ દબદબો જમાવ્યો છે. શાહરૂખની જવાન અને પઠાણ ૯માં અને ૧૦માં સ્થાને રહી છે. જ્યારે રણવીહ સિંહની ‘ધુરંધરઃ ધ રિવેન્જ' અને ‘ધુરંધર'એ બીજા અને છઠ્ઠા સ્થાને અડિંગો જમાવ્યો છે.
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
