<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

વામીકા પ્રોડકશન દ્વારા નિર્મિત કિંગ ઓફ સાળંગપુર ફિલ્‍મ મોટા પડદે રજુ થવા તૈયાર

 

રાજકોટ, તા., ૧૧: ફિલ્‍મ કિંગ ઓફ સાળંગપુરનો વિચાર  ધ્રુવ દેસાવલ અને પ્રશાંત દેસાવલનો છે. જેમણે વર્ષ ૨૦૨૧થી સાળંગપુર દાદાની મહિમા અને આસ્‍થાને મોટા પડદા પર રજૂ કરવાના સ્‍વપ્ન સાથે સતત આયોજન, સંશોધન અને મહેનત કરી છે.

આ માત્ર એક ફિલ્‍મ બનાવવાનો ઙ્કયાસ નથી, પરંતુ એક વિચાર, એક શ્રદ્ધા અને વર્ષોથી સંકલ્‍પિત એક સ્‍વપ્નને સિનેમાના ભવ્‍ય સ્‍વરૂપમાં રજૂ કરવાની યાત્રા છે.

વામિકા પ્રોડક્‍શન અને ઝી સ્‍ટુડિયોઝ સાથે મળીને ‘કિંગ ઓફ સાળંગપુર'ને ભવ્‍ય રીતે રજૂ કરવા જઈ રહ્યા છે. ગુજરાતી સિનેમામાં આ જોડાણ માત્ર એક ફિલ્‍મની રજૂઆત નથી, પરંતુ ગુજરાતી કન્‍ટેન્‍ટને મોટા સ્‍તરે અને વ્‍યાપક દર્શકવર્ગ સુધી પહોંચાડવાની દિશામાં એક મહત્‍વપૂર્ણ પગલું છે.

વામિકા પ્રોડક્‍શનની કલ્‍પના અને નિર્માણયાત્રા સાથે, ઝી સ્‍ટુડીયોના મજબૂત પેન ઇન્‍ડીયા વિતરણ નેટવર્ક અને ઓએમજી પીકચર્સના આંતરરાષ્‍ટ્રીય વિતરણથી કિંગ ઓફ સાળંગપુર ગુજરાતી ઇન્‍ડસ્‍ટ્રીમાં પ્રથમવાર ૨૫ થી વધુ દેશોના સિનેમાઘરો માં ભવ્‍ય વૈશ્વિક રિલીઝ માટે તૈયાર છે.

(3:12 PM IST)