<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th September 2026

કેબીસીના મંચ પર અમિતાભ બચ્ચને કરી અજમલ કસાબના વિલંબ પર વાત, કહ્યુ- જો તે આવ્યો હોત તો ગોળી મારી દીધી હોત

રાજકુમાર રાવ અને વકીલ ઉજ્જવલ નિકમે ફિલ્મ પ્રમોશન દરમિયાન ખોલ્યા ૨૬/૧૧ હુમલાના ચોંકાવનારા રહસ્યો

મુંબઈ : બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનની લોકપ્રિય ક્વિઝ શૉ 'કૌન બનેગા કરોડપતિ ૧૮' ના મંચ પર આગામી ફિલ્મ 'પ્રહાર: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ ઉજ્જવલ નિકમ' ના કલાકારો રાજકુમાર રાવ અને વામિકા ગબ્બી સાથે પ્રખ્યાત સરકારી વકીલ ઉજ્જવલ નિકમે વિશેષ હાજરી આપી હતી. આ દરમિયાન ૨૬/૧૧ ના કુખ્યાત આતંકવાદી અજમલ કસાબને ફાંસી આપવામાં ચાર વર્ષનો વિલંબ થવાના મુદ્દે થયેલી ચર્ચાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

શો દરમિયાન વકીલ ઉજ્જવલ નિકમે ખુલાસો કર્યો હતો કે કસાબે કોર્ટમાં ખોટા દાવા કર્યા હતા અને એવું પણ કહ્યું હતું કે તે અમિતાભ બચ્ચનને મળવા મુંબઈ આવ્યો હતો અને તેને ૬ નવેમ્બરે પકડવામાં આવ્યો હતો. આ વાત સાંભળીને બિગ બીએ તરત જ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, "ના, ના, સાહેબ, જો તે આવ્યો હોત, તો તે અમારા ઘરની બહાર ન નીકળત. અમે તેને ગોળી મારી દીધી હોત."

વધુમાં અમિતાભ બચ્ચને કસાબને ફાંસી આપવામાં ચાર વર્ષ કેમ લાગ્યા તે અંગે સવાલ પૂછ્યો હતો, જેના જવાબમાં ઉજ્જવલ નિકમે જણાવ્યું કે ડૉ. બાબાસાહેબ આંબેડકરના બંધારણ મુજબ દેશમાં કાયદાનું શાસન સર્વોપરી છે અને કસાબ કોર્ટમાં પોતાની ઉંમર તથા પાકિસ્તાની કાવત્રા છુપાવવા માટે અનેક પ્રકારની યુક્તિઓ અને જૂઠાણાંનો આશરો લેતો હતો.

ભૂતકાળમાં ૨૬/૧૧ ના મુંબઈ આતંકવાદી હુમલા પછી કાનૂની પ્રક્રિયાઓમાંથી પસાર થઈને આખરે કસાબને ફાંસી આપવામાં આવી હતી, અને આ કિસ્સાઓ હવે આગામી ફિલ્મ દ્વારા મોટા પડદે ઉજાગર થવા જઈ રહ્યા છે, જેને લઈને દર્શકોમાં પણ ભારે આતુરતા જોવા મળી રહી છે.

(11:48 AM IST)