તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th July 2026
કરિશ્મા તન્નાના ઘરે ગુંજી કિલકારી: ૪૨ વર્ષની ઉંમરે અભિનેત્રીએ પુત્રને આપ્યો જન્મ; ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે ચાહકો સાથે શેર કર્યા આનંદના સમાચાર!
પતિ વરુણ બંગેરા સાથે નવજાત શિશુના નાજુક પગની તસવીર શેર કરી આપ્યા ગુડ ન્યૂઝ: સ્મૃતિ ઈરાનીથી લઈને ખુશી કપૂર સુધીની સેલિબ્રિટીઓએ પાઠવ્યા અભિનંદન

મુંબઈ : બોલિવૂડ અને ટેલિવિઝન ક્ષેત્રની જાણીતી અભિનેત્રી કરિશ્મા તન્નાના આંગણે ખુશીઓનો માહોલ છવાયો છે. ૪૨ વર્ષની વયે કરિશ્મા તન્નાએ એક સુંદર પુત્રને જન્મ આપીને માતૃત્વ ધારણ કર્યું છે. સોશિયલ મીડિયા પર પોતાના પતિ વરુણ બંગેરા સાથે સંયુક્ત પોસ્ટ શેર કરીને આ ખુશખબર ફેન્સ અને મિત્રો સાથે શેર કરતાં જ અભિનંદનની વર્ષા શરૂ થઈ ગઈ છે.
ગુરુ પૂર્ણિમાના શુભ દિવસે આવ્યું નાનું મહેમાન:
કરિશ્માએ સોશિયલ મીડિયા પર બાળકના પિન્ક કલરના ટેગ વાળા ક્યૂટ પગની એક તસવીર શેર કરી છે, જેના પર લખ્યું છે "હેય, હી ઇઝ હિયર" (તે આવી ગયો છે). આ ખાસ તસવીર સાથે કેપ્શનમાં લખ્યું હતું કે, "ગુરુ પૂર્ણિમાના અત્યંત પવિત્ર દિવસે, ૨૯ જુલાઈ ૨૦૨૬ ના રોજ આપણો સૌથી મોટો આશીર્વાદ આપણી જિંદગીમાં આવ્યો છે. દુનિયામાં તારું સ્વાગત છે - કરિશ્મા અને વરુણ."
સેલિબ્રિટીઝ અને ફેન્સ તરફથી શુભેચ્છાઓનો ધોધ:
આ આનંદના સમાચાર સામે આવતાં જ બોલિવૂડ અને ટીવી જગતમાંથી અભિનંદનનો અંબાર લાગી ગયો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, ખુશી કપૂર, નેહા ધૂપિયા અને અનુષ્કા રંજન સહિત અનેક જાણીતી હસ્તીઓએ કરિશ્મા અને તેના પતિને શુભેચ્છા પાઠવી છે. પ્રેગ્નન્સીના છેલ્લે દિવસ સુધી જીમમાં જઈને પોતાની ફિટનેસ જાળવી રાખનાર કરિશ્મા સમગ્ર ગર્ભાવસ્થા દરમિયાન સોશિયલ મીડિયા પર બેબી બમ્પની તસવીરોથી ચર્ચામાં રહી હતી.
કારકિર્દી અને અંગત જીવન:
ઉલ્લેખનીય છે કે, કરિશ્મા અને વરુણ ૨૦૨૧ થી ડેટ કરી રહ્યા હતા અને ૫ ફેબ્રુઆરી ૨૦૨૨ ના રોજ બંનેએ લગ્ન કર્યા હતા. કરિશ્માએ એક ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે તે શરૂઆતમાં બાળકો માટે માનસિક રીતે તૈયાર નહોતી, પરંતુ સમય જતાં માતૃત્વની આ નવી સફર માટે ખૂબ જ ઉત્સાહિત થઈ ગઈ હતી. વર્કફ્રન્ટની વાત કરીએ તો, કરિશ્માની નેટફ્લિક્સ સિરીઝ 'સ્કૂપ' એ વૈશ્વિક સ્તરે એવોર્ડ જીતીને ભારે વાહવાહ મેળવી હતી, જે બાદ તે 'કોલ મી બે' માં પણ મહત્વના રોલમાં જોવા મળી હતી.
(8:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
