News of Saturday, 23rd May 2026
કરણ જોહરના ધર્મા પ્રોડકશન્સની ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી
'જિંદગી વન્સ મોર' ૧૯ જૂને થિયેટરમાં રિલીઝ થવાની છે : ફિલ્મમાં સિદ્ધાર્થ રાંદેરિયા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે અને આરતી પટેલ પણ ફિલ્મની સ્ટારકાસ્ટનો ભાગ છે

મુંબઇ તા.૨૩: ફિલ્મમેકર કરણ જોહરના ધર્મા પ્રોડકશન્સની ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી થઈ છે. ધર્મા પ્રોડકશન્સ હવે વાર્તાકાર ફિલ્મ્સ સાથે મળીને કામ કરશે અને બન્નેએ આગામી ફિલ્મ 'જિંદગી વન્સ મોર' માટે હાથ મિલાવ્યો છે.
'જિંદગી વન્સ મોર' ૧૯ જૂને થિયેટરમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં સિદ્ધાર્થ રાંદેરિયા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે અને આરતી પટેલ પણ ફિલ્મની સ્ટારકાસ્ટનો ભાગ છે. 'જિદગી વન્સ મોર'ને ધર્મા પ્રોડકશન્સ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી રહી છે, જ્યારે એનું નિર્માણ વાર્તાકાર ફિલ્મ્સે કર્યું છે. આ ફિલ્મ પિતા અને પુત્રના સંબંધ પર આધારિત એક ભાવનાત્મક વાર્તા રજૂ કરે છે.
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
