<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

બોક્‍સ ઓફિસ પર ૧૧મા દિવસે પણ ‘કાલીન ભૈયા'નું રાજ, ૪ દિવસમાં 'હૈવાન'ની હાલત ખરાબ

મિર્ઝાપુર ધ મૂવીનું વર્લ્‍ડવાઈડ ગ્રોસ ૨૭૩.૬૪ કરોડ રૂપિયા પહોંચી ગયું

મુંબઇઃ તા.૧૫: આ દિવસોમાં સિનેમાઘરોમાં હૈવાન, હનુમાન અંશ અને મિર્ઝાપુર ધ મૂવીનાં નામ થિયેટરોમાં જોવા મળી રહ્યાં છે. આમ, વાત જ્‍યારે હનુમાન અંશની કરવામાં આવે તો આ ફિલ્‍મ બોક્‍સ ઓફિસ પર ધૂમ મચાવે છે. આ સાથે જ મિર્ઝાપુર ધ મૂવી પણ સારી એવી કમાણી કરી રહી છે, પરંતુ તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્‍મ હૈવાનની હાલત ખરાબ થઈ ગઈ છે. હનુમાન અંશે મોટા બજેટની ફિલ્‍મોની પણ હાલત ખરાબ દીધી છે. હૈવાનની હાલત ખરાબ થતા મેકર્સને પણ અનેક ઘણું નુકસાન થઈ શકે છે.

મિર્ઝાપુર ફ્રેન્‍ચાઈઝ ૪ સપ્‍ટેમ્‍બર ૨૦૨૬ નાં રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્‍મે પહેલાં અઠવાડિયામાં જ શાનદાર કમાણી કરી હતી. બીજા વીકેન્‍ડ પર પણ સારી એવી કમાણી કરી રહી છે. સોમવારનાં રોજ કલેક્‍શનમાં મોટો ઘટાડો જોવા મળ્‍યો. આમ, મિર્ઝાપુર ધ મૂવી વર્ષની ચોથી હિટ ફિલ્‍મનાં લિસ્‍ટમાં શામેલ છે.

સૈકનિલ્‍કનાં આંકડા અનુસાર ૧૧મા દિવસે મિર્ઝાપુર ધ મૂવીએ ભારતમાં ૫.૫૦ કરોડ રૂપિયાની નેટ કમાણી કરી છે. ફિલ્‍મે આ દિવસે ૭,૦૧૪ શો મળ્‍યાં છે. રવિવારનાં રોજ ૧૩.૨૫ કરોડ રૂપિયા નેટ કલેક્‍શનની તુલનામાં આ લગભગ ૫૮.૫ ટકા ઘટાડો થયો છે. આ સાથે જ ફિલ્‍મે ભારતમાં કુલ નેટ કલેક્‍શન ૧૯૦.૨૦ કરોડ રૂપિયા અને ગ્રોસ કલેક્‍શન ૨૨૬.૬૪ કરોડ રૂપિયા થઈ ગયું છે.

હૈવાનની વાત કરવામાં આવે તો ફિલ્‍મે બોક્‍સ ઓફિસ પર રફતાર પહેલાં કરતા ધીમી થઈ ગઈ છે. ફિલ્‍મે ચોથા દિવસે એટલે કે સોમવારનાં રોજ ભારતમાં ૦.૭૦ કરોડ રૂપિયાનું નેટ કલેક્‍શન કર્યું છે. આ પહેલાં ભારતમાં કુલ નેટ કલેક્‍શન ૮.૦૫ કરોડ રૂપિયા અને ઈન્‍ડિયા ગ્રોસ ૯.૬૩ કરોડ રૂપિયા થયું છે.

મિર્ઝાપુર ધ મૂવીએ વિદેશી બજારમાં પણ સારી એવી કમાણી કરી છે. ૧૧મા દિવસે ઓવરસીઝથી ૧ કરોડ રૂપિયાની કમાણી કરી છે. વિદેશોમાં કુલ ગ્રોસ કલેક્‍શન ૪૭ કરોડ રૂપિયા થઈ ગયું છે. ભારત અને વિદેશની કમાણી મળીને ફિલ્‍મનું વર્લ્‍ડવાઈડ ગ્રોસ ૨૭૩.૬૪ કરોડ રૂપિયા પહોંચી ગયું છે. એટલે કે ૨૭૫ કરોડનાં આંકડાથી ફિલ્‍મે લગભગ ૧.૩૬ કરોડ રૂપિયા દૂર છે.

હૈવાન ફિલ્‍મની વાત કરવામાં આવે તો ચોથા દિવસે ૦.૨૫ કરોડ રૂપિયાની કમાણી કરી છે. ઓવરસીઝ ગ્રોસ કલેક્‍શન ૩ કરોડ રૂપિયા પહોંચી ગયું છે.

(3:14 PM IST)