તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th July 2026
સિંગિંગ રિયાલિટી શો 'ઇન્ડિયન આઇડલ 16' માં જ્યોતિર્મયી નાયક બની વિનર
મનરાજ વીર સિંહ સેકન્ડ રનર-અપ : તનિષ્ક, જ્યોતિર્મયીની સાથે મનરાજ વીર સિંહ ટોપ 3માં જગ્યા બનાવવામાં સફળ રહ્યાં

ટીવી ઇન્ડસ્ટ્રીનો સૌથી ચર્ચિત સિંગિંગ રિયાલિટી શો 'ઇન્ડિયન આઇડલ 16' નાં વિનરનું નામ જાહેર થઈ ગયું છે. જ્યોતિર્મયી નાયક અને તનિષ્ક શુક્લાની વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળ્યો હતો. મનરાજ વીર સિંહ સેકન્ડ રનર-અપ રહી છે. તનિષ્ક, જ્યોતિર્મયીની સાથે મનરાજ વીર સિંહ ટોપ 3માં જગ્યા બનાવવામાં સફળ રહ્યાં છે. ઇન્ડિયન આઇડલ 16 નાં ટોપ 6 ફાઈનાલિસ્ટની વાત કરવામાં આવે તો સોહેલ સૂફી, અંશિકા ચોણકર, મનરાજ વીર સિંહ, મિસ્સી બોસુ, જ્યોતિર્મયી નાયક અને તનિષ્કા શુક્લા હતા.
જ્યોતિર્મયી નાયકને ટ્રોફી અને 20 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. આ જીત પર ખુશી વ્યક્ત કરતા પોસ્ટ કરી છે. જ્યોતિર્મયી નાયકે ટ્રોફીની સાથે ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, એક વર્ષ...અગણિત બલિદાન. સતત રિહર્સલ. આજે મેં ઇન્ડિયન આઇડલ સિઝન 16ની ટ્રોફી મારા હાથમાં લઈ લીધી છે, જેની ખુશી મને કંઈક અલગ જ છે. આ જીત માત્ર મારી જ નહીં, પરંતુ તે બધા લોકોની છે જેમને મારી પર ભરોસો કર્યો. આ સાથે જ જે લોકોએ મારા માટે વોટ કર્યા અને મને પ્રેરિત કરી છે તે દરેક લોકોનો આભાર. આ સાથે સિંગરે તેમનાં પરિવાર, જજ અને ગુરુનો પણ આભાર માન્યો છે.
ઉલ્લેખનીય છે કે, ટ્રોફીની રેસમાં સૌથી પહેલાં મિસ્સી બોસુનું નામ આગળ આવ્યું હતું, પરંતુ તે પછી બહાર થઈ ગઈ. આ સાથે અંશિકા ચોણકર અને સોહેલ સૂફી ઓછાં વોટને કારણે ટોપ 3 માં જગ્યા બનાવી શક્યા નહીં. બન્ને ફાઈનાલિસ્ટને વિદાય પહેલાં સોની ટેલિવિઝન દ્વારા 3 લાખ રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવ્યું. આ સિઝનનાં જજની વાત કરવામાં આવે તો વિશાલ દદલાની, બાદશાહ અને શ્રેયા ઘોષલ હતા. જો કે વિશાલ દદલાની કોઈ કારણોસર આ ફિનાલેમાં હાજર રહી શક્યા નહોતા. ઇન્ડિયન આઇડલ 16ની ગ્રાન્ડ ફિનાલે બે દિવસ સુધી ચાલી જેમાં સિતારાઓનું ખાસ પરફોર્મન્સ જોવા મળ્યું હતું. ફેમસ સિંગર ઉદિત નારાયણનાં દીકરા આદિત્ય નારાયણ ઇન્ડિયન આઇડલ 16 ને હોસ્ટ કરતો હતો.
(1:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
