<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

ઈન્‍ટિમેટ સીન્‍સ... આવા દ્રશ્‍યોનું શૂટિંગ કરતી વખતે અભિનેતાઓએ પ્રેક્ષકોના દ્રષ્ટિકોણ વિશે વિચારવું બાજુ પર મૂકવું પડે છે

અભિનેતા માત્ર કામ પાછળના ઈરાદા અને દિગ્‍દર્શકના વિઝન પર વિશ્વાસ રાખી શકે છે : રાધિકા મદાન અને વિજય વર્માએ લસ્‍ટ સ્‍ટોરીઝ ૩ ના ઈન્‍ટિમેટ સીન્‍સ વિશે ખુલીને વાત કરી

મુંબઇ તા.૨૯: રાધિકા મદાન અને વિજય વર્માએ લસ્‍ટ સ્‍ટોરીઝ ૩ ના ઈન્‍ટિમેટ સીન્‍સ વિશે ખુલીને વાત કરી છે. બન્નેએ આવા દ્રશ્‍યો લીક થવાની શક્‍યતા અને તેનાથી થતા માનસિક દબાણ અંગે ચર્ચા કરી હતી. રાધિકા મદાને કહ્યું ‘‘વીડિયો લીક થવા એ અભિનેતાના નિયંત્રણની બહારની બાબત છે'', વિજય વર્માએ કહ્યું કે ‘‘આવા દ્રશ્‍યોનું શૂટિગ કરતી વખતે અભિનેતાઓએ પ્રેક્ષકોના દ્રષ્ટિકોણ વિશે વિચારવું બાજુ પર મૂકવું પડે છે''. લસ્‍ટ સ્‍ટોરીઝ ૩માં માનવીય ઈચ્‍છાઓ, સેક્‍સ્‍યુઆલીટી, પ્રેમ અને મોડર્ન રિલેશન જેવા વિષયો બતાવવામાં આવ્‍યા છે. રાધિકા મદાને આ ફિલ્‍મમાં અલી ફઝલ સાથે એક ઈન્‍ટિમેટ સીન કર્યો છે.

એક ઈન્‍ટરવ્‍યુમાં, રાધિકા મદાનને ઈન્‍ટિમેટ સીનના વીડિયો લીક થવાના જોખમ વિશે પૂછવામાં આવ્‍યું હતું. તેણે ટિપ્‍પણી કરી કે આવી ઘટનાઓ અભિનેતાના નિયંત્રણની બહાર હોય છે. અભિનેતા માત્ર કામ પાછળના ઈરાદા અને દિગ્‍દર્શકના વિઝન પર વિશ્વાસ રાખી શકે છે; તે પછી, નિષ્ઠાપૂર્વક અભિનય કરવો અને આગળ વધવું જરૂરી છે. વિકૃત માનસિકતા ધરાવતા લોકો વિશે આપણે શું કરી શકીએ? આપણે તેમના ઘરે જઈને તેમને આવી વસ્‍તુઓ ન કરવા માટે કહી શકતા નથી. આવી પરિસ્‍થિતિઓમાં, ખરેખર તમે કંઈ કરી શકતા નથી. જ્‍યારે ઈન્‍ટિમેટ સીન કરવામાં આવે છે, ત્‍યારે તમારે એ ધ્‍યાનમાં રાખવું પડે છે કે તે લીક થવાની શક્‍યતા છે. તે એક જોખમ છે. આ જાણવા છતાં, તમે તે દ્રશ્‍ય કરો છો અને સતત આશા રાખો છો કે તે લીક નહીં થાય.ૅ રાધિકા મદાને એ પણ ઉલ્‍લેખ કર્યો હતો કે તે સંભવિત જોખમોને સંપૂર્ણ રીતે સમજ્‍યા પછી જ આવા કામ હાથ ધરે છે.

વિજય વર્માએ પણ ઈન્‍ટિમેટ સીન્‍સના શૂટિંગમાં રહેલા માનસિક દબાણ વિશે વાત કરી હતી. લસ્‍ટ સ્‍ટોરીઝ ૨ ની વાર્તાઓમાંથી એકમાં, તેણે તેની એક્‍સ ગર્લફ્રેન્‍ડ તમન્ના ભાટિયા સાથે એક ઈન્‍ટિમેટ સીન કર્યો હતો. બાદમાં આ દ્રશ્‍યની ક્‍લિપ્‍સ ઓનલાઈન વાયરલ થઈ હતી. વિજય વર્માએ કહ્યું, આવા દ્રશ્‍યોનું શૂટિગ કરતી વખતે, અભિનેતાએ પ્રેક્ષકોની નજરના વિચારને સંપૂર્ણપણે મનમાંથી કાઢી નાખતા આવડવું જોઈએ. આપણે જાણીએ છીએ કે આ ક્‍લિપ્‍સ મોટા પાયે વાયરલ થઈ શકે છે; આજની વાસ્‍તવિકતા એ જ છે. કેટલીક બાબતો એવી હોય છે જેને તમે બદલી શકતા નથી. જો હું આ વિચારોને મારા મનમાંથી દૂર ન કરી શકું, તો હું મારું કામ કરી શકીશ નહીં. એક અભિનેતા તરીકે, જો મારે સીમાઓ ઓળંગવી હોય અને કંઈક નવું અજમાવવું હોય, તો આ ખૂબ જરૂરી છે

(10:23 AM IST)