તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th September 2026
"કાશ! પુરુષોને પણ પીરિયડ્સ આવતા હોત...": અભિનેત્રી શ્રુતિ હાસને માસિક સ્રાવ અંગે આપ્યું ચોંકાવનારું નિવેદન, શૂટિંગના દિવસોના દર્દનાક અનુભવો કર્યા શેર!
માસિક દરમિયાન મહિલાઓ માટે કરારમાં રજાની માંગ સાથે સોહા અલી ખાન સાથે વિમેન હેલ્થ પર ચર્ચા: 'કુલી' ફેમ એક્ટ્રેસે ફિલ્મ સેટ પર પીરિયડ્સ સંબંધિત માનસિકતા બદલવા પર મુક્યો ભાર

મુંબઈ : પોતાના બિન્દાસ અને સ્પષ્ટવક્તા અંદાજ માટે જાણીતી દક્ષિણ ભારત અને બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી શ્રુતિ હાસને તાજેતરમાં મહિલાઓના સ્વાસ્થ્ય અને માસિક સ્રાવ (પીરિયડ્સ) જેવા સંવેદનશીલ મુદ્દા પર ખુલીને વાત કરી છે. એક ચર્ચા દરમિયાન શ્રુતિએ માસિક દરમિયાન થતી અસહ્ય શારીરિક પીડા અને શૂટિંગ દરમિયાન મહિલા કલાકારોને પડતી મુશ્કેલીઓ વિશે ચર્ચા કરતા મજાક અને ગંભીરતા સાથે કહ્યું હતું કે, "હું તો ભગવાનને હજાર વાર પ્રાર્થના કરું છું કે કાસ પુરુષોને પણ માસિક આવતું હોત!"
અભિનેત્રી સોહા અલી ખાન સાથે હોર્મોન્સ અને માસિક સ્રાવ અંગેની ગેરમાન્યતાઓ પર વાતચીત કરતા શ્રુતિ હાસને જણાવ્યું હતું કે, મહિલાઓના કામકાજના કરારમાં જ માસિક દરમિયાન રજા (Period Leave) આપવાનો સ્પષ્ટ ઉલ્લેખ હોવો જોઈએ. તેણે પોતાની કારકિર્દીના પ્રારંભિક દિવસોનો કિસ્સો શેર કરતા કહ્યું કે, પહેલાના સમયમાં ફિલ્મ સેટ પર પીરિયડ્સ અંગે વાત કરવી એક મોટો સામાજિક અસ્પૃશ્ય વિષય ગણાતો હતો. ભારે દર્દ હોવા છતાં કલાકારોએ શૂટિંગ કરવું પડતું અને દિગ્દર્શકો સમજી શકતા નહોતા કે ચોક્કસ દિવસોમાં અભિનેત્રીઓની એનર્જી કેમ ઓછી દેખાય છે.
પરિસ્થિતિમાં આવ્યો મોટો બદલાવ: શ્રુતિની આગામી ફિલ્મો
શ્રુતિએ ઉમેર્યું કે હવે સમય બદલાયો છે. જ્યારે પુરુષ કલાકારોને ઘૂંટણ કે શરીરની સર્જરી બાદ ખાસ વિરામ આપવામાં આવે છે, તો મહિલાઓની શારીરિક પીડાને પણ સમજવી જરૂરી છે. તેણે એક દિગ્દર્શકનો આભાર માન્યો જેમણે પોતાની દીકરીના અનુભવ પરથી શ્રુતિની સ્થિતિ સમજીને શૂટિંગમાં રાહત આપી હતી.
વ્યાવસાયિક ફ્રન્ટની વાત કરીએ તો, શ્રુતિ હાસન છેલ્લે ૨૦૨૫ ની સુપરહિટ ફિલ્મ ‘કુલી’ માં રજનીકાંત, નાગાર્જુન અને સત્યરાજ સાથે જોવા મળી હતી, જેણે ગ્લોબલ બોક્સ ઓફિસ પર ₹૫૧૮ કરોડનો જંગી બિઝનેસ કર્યો હતો. ઉપરાંત, તેણે ફિલ્મ ‘પેદ્દી’ માં રામ ચરણ સાથે સ્પેશિયલ નંબર કર્યો હતો. હવે ટૂંક સમયમાં શ્રુતિ વિજય સેતુપતિ સાથે તમિલ ફિલ્મ ‘ટ્રેન’ અને દુલ્કર સલમાન સાથે નવી તેલુગુ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
(9:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
