તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th August 2026
અસંખ્ય પુરુષોની સામે મારે કપડાં ઉતારવા પડયા
બોલિવૂડ એક્ટ્રેસ દીયા મિર્ઝાએ વર્ષ ૨૦૦૪માં આવેલી ફિલ્મ તુમસા નહીં દેખાની ગીત મુઝે તુમસે મોહબ્બત હૈ, સાથે જોડાયેલ એક ચોંકાવનારો કિસ્સો શેર કર્યો : ગીતના શૂટિંગ દરમ્યાન તેને સેટ પર હાજર તમામ પુરુષોની સામે લગભગ અંડરગાર્મેન્ટ્સમાં શૂટ કરવું પડ્યું હતું: એક છોકરી તરીકે તેના માટે ખૂબ જ ખરાબ અનુભવ હતો

મુંબઇ તા.૨૯: દીયા મિર્ઝા બોલિવૂડની ફેમસ એક્ટ્રેસિસમાંથી એક છે. હાલમાં જ તેણે વર્ષ ૨૦૦૪માં આવેલી ફિલ્મ તુમસા નહીં દેખાને લઈ વાત કરી હતી. આ ગીત મુઝે તુમસે મોહબ્બત હૈમાં દીયા મિર્ઝા બોલ્ડ અવતારમાં દેખાઈ હતી. હવે તેણે ગીતના શૂટિગનો કિસ્સો જણાવ્યો છે, જ્યારે તેને બહુ ઓછા કપડાં પહેરીને અસંખ્ય પુરુષો સામે શૂટિગ કરવી પડી હતી. (ફોટો સાભાર
એક્ટ્રેસે યાદ કરતા જણાવ્યું કે, ઈમરાન હાશ્મી સાથે આ ગીતના શૂટિગ દરમ્યાન તેને અસંખ્ય પુરુષો સામે એવો ડ્રેસ પહેરવો પડ્યો હતો, જેને લઈને શરુઆતમાં તે ખૂબ જ મૂંઝાઈ રહી હતી. તે પોતાની બોડીને લઈ અસહજ હતી. પણ બાદમાં આ અનુભવ તેના માટે ખૂબ જ હિમ્મત આપનારો સાબિત થયો.
દીયા મિર્ઝાએ બોલિવૂડ બબલને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, આ અનુભવે મને એક અલગ જ આઝાદીનો અનુભવ કરાવ્યો, જેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. જે આત્મવિશ્વાસ સાથે હું આ ગીતમાં પરફોર્મ કરી શકી, તેનો મોટો ક્રેડિટ કોરિયોગ્રાફર વૈભવી મર્ચંન્ટને જાય છે. સેટ પર હાજર દરેક માણસે મને સેફ અને કમ્ફર્ટેબલ ફીલ કરાવ્યું હતું.
એક્ટ્રેસે પોતાની વાત આગળ વધારતા જણાવ્યું કે, એક છોકરી તરીકે મારા માટે આ પોતાની જિદગીનો સૌથી મુશ્કેલ કામોમાંથી એક હતું. સેટ પર હાજર અસંખ્ય પુરુષો સામે મને લગભગ અંડરવિયર અને બ્રામાં આવવું પડ્યું હતું. ત્યાર બાદ દીયાએ જણાવ્યું કે, તેણે આવું કેમ કર્યું. હકીકતમાં તેને સારી રીતે ખ્યાલ હતો કે આ પાત્રની શું ડિમાન્ડ છે. (ફોટો સાભારઃ યૂટ્યૂબ ગ્રેબ)
દીયાએ કહ્યું કે, તે સમયે સ્થિતિ સહજ અથવા અસહજ કોઈ પણ હોઈ શકતી હતી. પણ જ્યારે અમે ગીત શૂટ કર્યું, ત્યાં સુધીમાં આ વાતને ઊંડાણપૂર્વક સમજી ચુકી હતી કે એક એક્ટર માટે પોતાના પાત્રની સચ્ચાઈને પકડવી કેટલી જરુરી છે. જ્યારે તમે તમારા રોલમાં સંપૂર્ણપણે ઢળી જાવ છો, તો આ વાતથી કોઈ ફર્ક નથી પડતો કે સામે ૫૦૦ લોકો છે કે ૧૦૦૦.
દીયાએ કહ્યું કે, તે સમયે સ્થિતિ સહજ અથવા અસહજ કોઈ પણ હોઈ શકતી હતી. પણ જ્યારે અમે ગીત શૂટ કર્યું, ત્યાં સુધીમાં આ વાતને ઊંડાણપૂર્વક સમજી ચુકી હતી કે એક એક્ટર માટે પોતાના પાત્રની સચ્ચાઈને પકડવી કેટલી જરુરી છે. જ્યારે તમે તમારા રોલમાં સંપૂર્ણપણે ઢળી જાવ છો, તો આ વાતથી કોઈ ફર્ક નથી પડતો કે સામે ૫૦૦ લોકો છે કે ૧૦૦૦.
૨૫ વર્ષની લાંબી જર્ની પર વાત કરતા દીયા બોલી કે, મારા શરુઆતી કરિયરના આવા કેટલાય અનુભવે જ મને આજે એક શાનદાર કલાકાર બનાવી છે. જો આજે હું મારી એક્ટિંગમાં એ નિખાર લાવી શકું છું તો એ જ ખચકાટ અને મૂંઝવણનું પરિણામ છે, જેમાંથી હું સમય સાથે નીકળી શકી છું. આ શીખવાની એક સતત પ્રોસેસ છે અને મને આશા છે કે, હું આગળ પણ શીખતી રહીશ અને ખુદને સારી બનાવતી રહીશ.
દીયાએ આ ગીતના શૂટિંગને પોતાના માટે એક આઝાદી આપનારો અનુભવ ગણાવ્યો છે. તેણે કહ્યું કે, હું હૈદરાબાદમાં એક ખૂબ જ પરંપરાગત પરિવારમાંથી આવતી હતી અને પોતાની બોડીને લઈ એટલી જ કોન્ફિડેન્ટ નહોતી. પણ આ ફિલ્મ અને મુઝે તુમસે મોહબ્બત હૈ ગીતના શૂટિગ દરમ્યાન મારી ખચકાટ ને જૂની બીબાઢાળ વિચારોને પાછળ છોડી દીધા. આ એક ગીતે મને પોતાની બોડીને લઈ પૂરેપૂરી કોન્ફિડેન્ટ બનાવી દીધી અને મારી અંદરથી બધી બેડીઓ તોડી નાખી
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
