<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

હનુમાન અંશનું ૨ કરોડનું બજેટ અને ૨૬૮ કરોડની કમાણી

હનુમાન અંશએ ૩૮મા દિવસે રચ્‍યો નવો ઈતિહાસ

મુંબઈ તા.૧૪: આધ્‍યાત્‍મિક ગુરુ નીમ કરોલી બાબાના જીવન અને તેમના સંદેશાઓ પર આધારિત ફિલ્‍મ ‘હનુમાન અંશ' થિયેટરોમાં કમાણીના તમામ જૂના રેકોર્ડ તોડી રહી છે. રિલીઝ થયાના ૩૮મા દિવસે એટલે કે છઠ્ઠા રવિવારે આ ફિલ્‍મે એવો અદ્ભુત ધમાકો કર્યો છે જે મોટા બજેટ ફિલ્‍મો જેવી કે ‘પુષ્‍પા ૨' અને ‘ધુરંધર ૨' પણ પોતાના ૩૮મા દિવસે કરી શકી નહોતી. શરૂઆતમાં ધીમી ગતિએ ચાલ્‍યા બાદ અચાનક બોક્‍સ ઓફિસ પર વાવાઝોડું લાવવાની બાબતમાં હનુમાન અંશનો કોઈ જવાબ નથી.

હાલમાં આ ફિલ્‍મે અક્ષય કુમારની ‘હૈવાન' અને પંકજ ત્રિપાઠી સ્‍ટારર ‘મિર્ઝાપુર' જેવી મોટી ફિલ્‍મોને કમાણીની રેસમાં પાછળ છોડી દીધી છે. વિશાલ ચતુર્વેદીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્‍મ માત્ર રૂપિયા ૨ કરોડના મામૂલી બજેટમાં તૈયાર થઈ હતી. ૭ ઓગસ્‍ટે થિયેટરોમાં રિલીઝ થયેલી આ ફિલ્‍મને શરૂઆતના બે સપ્તાહમાં ખૂબ જ ઠંડો પ્રતિસાદ મળ્‍યો હતો. ૮મા દિવસે તો ઘણા ટ્રેડ એનાલિસ્‍ટ્‍સે આ ફિલ્‍મને ફલોપ જાહેર કરી દીધી હતી. પરંતુ પ્રેક્ષકોની પબ્‍લિસિટી અને ચમત્‍કારિક રિવ્‍યૂના કારણે આ ફિલ્‍મે એવી રફતાર પકડી કે દરેક લોકો આヘર્યચકિત થઈ ગયા. ૧૧ ઓગસ્‍ટથી આ ફિલ્‍મ વિદેશોમાં પણ રિલીઝ કરવામાં આવી છે. 

આ ફિલ્‍મની કહાણી માતાના અવસાન બાદ ઊંડા શોકમાં ગરકાવ થયેલા એક યુવક લક્ષ્મીનારાયણની છે, જે ઈશ્વરની શોધમાં ઘર છોડીને આધ્‍યાત્‍મિક યાત્રા પર નીકળે છે. આ ફિલ્‍મમાં શોભિનવ સત્‍યાએ ફિલ્‍મમાં નીમ કરોલી બાબાની મુખ્‍ય ભૂમિકા ભજવી છે. તેમની સાથે વિહાન શેડગે, ચંદન કે. આનંદ, પૂર્ણિમા તિવારી, અનિલ રસ્‍તોગી, ગુલશન પાંડે અને ભગવાનદાસ પટેલ જેવા સક્ષમ કલાકારોએ મહત્‍વના પાત્રો ભજવ્‍યા છે. 

કમાણીની વાત કરવામાં આવે તો, ૩૮ દિવસનું બોક્‍સ ઓફિસ કલેક્‍શન રેકોર્ડબ્રેક રહ્યું છે. ભારતીય બોક્‍સ ઓફિસ પર ૩૮ દિવસમાં રૂપિયા ૨૧૪.૬૩ કરોડનો વેપાર કર્યો છે. જ્‍યારે વર્લ્‍ડવાઈડ કુલ કલેક્‍શન રૂપિયા ૨૬૮.૦૫ કરોડ થઈ ગયું છે. એક તરફ ૨ કરોડની ‘હનુમાન અંશ' કમાણીના નવા રેકોર્ડ બનાવી રહી છે, ત્‍યારે બીજી તરફ રૂપિયા ૫૦૦ કરોડના ખર્ચે બનેલી સુપરસ્‍ટાર યશની ફિલ્‍મ ‘ટોક્‍સિક' બોક્‍સ ઓફિસ ખાસ કમાલ કરી શકી નથી. ‘ટોક્‍સિક' ફિલ્‍મે પોતાના ત્રીજા રવિવારે માત્ર ૨૬ લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.

(10:29 AM IST)