<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

'દ્રશ્યમ 3' ના શોરબકોર વચ્ચે 'હનુમાન અંશ' નો બોક્સ ઓફિસ પર માસ્ટરસ્ટ્રોક: તેલુગુમાં વિશ્વવ્યાપી રિલીઝ સાથે બીજી ઇનિંગ માટે તૈયાર!

હોમ્બલે ફિલ્મ્સનો મોટો દાવ: શ્રી નીબ કરોરી બાબાના જીવન પર આધારિત ભક્તિમય વાર્તા ૯ ઓક્ટોબરે વૈશ્વિક સ્તરે તેલુગુ ભાષામાં ધૂમ મચાવશે

નવી દિલ્હી : સિનેમાજગતમાં અજય દેવગણની ચર્ચિત ફિલ્મ 'દ્રશ્યમ 3' ની રિલીઝને લઈને ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે, ત્યારે બીજી તરફ બોક્સ ઓફિસ પર અસાધારણ સફળતા મેળવનાર ફિલ્મ 'હનુમાન અંશ' ના નિર્માતાઓએ એક મોટો માસ્ટરપ્લાન જાહેર કર્યો છે. સફળતાના નવા રેકોર્ડ સર્જ્યા બાદ હવે આ ભક્તિમય અને ભાવનાત્મક સફરને તેલુગુ ભાષામાં વિશ્વભરમાં રિલીઝ કરવાની તૈયારીઓ કરી લેવામાં આવી છે, જેનાથી બોક્સ ઓફિસ પર તેની બીજી ઈનિંગ અત્યંત રોમાંચક બનવાના એંધાણ છે.

 

હોમ્બલે ફિલ્મ્સ વૈશ્વિક સ્તરે વિતરણની કમાન સંભાળશે

 

ભારતીય સિનેમાને 'KGF ફ્રેન્ચાઇઝી', 'કાંતારા' અને 'સાલાર' જેવી સુપરહિત ફિલ્મો આપનાર દેશના અગ્રણી પ્રોડક્શન હાઉસ 'હોમ્બલે ફિલ્મ્સ' (Hombale Films) એ 'હનુમાન અંશ' ને આંતરરાષ્ટ્રીય સ્તરે તેલુગુ પ્રેક્ષકો સુધી પહોંચાડવાની જવાબદારી લીધી છે. પ્રોડક્શન હાઉસે સોશિયલ મીડિયા પર એક ભવ્ય પોસ્ટર શેર કરીને જાહેરાત કરી છે કે, આ દૈવી વાર્તા ૯ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ વિશ્વભરના થિયેટરોમાં તેલુગુમાં રિલીઝ કરવામાં આવશે.

 

શ્રી નીબ કરોરી બાબાના મહાન જીવન પર આધારિત વાર્તા

 

'સ્વયંભૂ મીડિયા નેટવર્ક' દ્વારા પ્રસ્તુત અને વિશાલ ચતુર્વેદી દ્વારા લિખિત તથા દિગ્દર્શિત આ ફિલ્મ આધ્યાત્મિક વિભૂતિ શ્રી નીબ કરોરી બાબાના જીવન અને તેમની ભાવનાત્મક સફર પર પ્રકાશ પાડે છે. આ ફિલ્મની વાર્તા 'ડિવાઇન ડેટૂર' (Divine Detour) પુસ્તક પર આધારિત છે. ફિલ્મ તેના આઠમા સપ્તાહના અંતે પણ મજબૂત પકડ જાળવી રાખવામાં સફળ રહી છે અને ઇતિહાસ રચવાથી માત્ર ૧૪ કરોડ રૂપિયા દૂર છે.

 

હોમ્બલે ફિલ્મ્સનો ભવ્ય પ્રોજેક્ટ લાઇન-અપ

 

આ ભક્તિમય ચલચિત્રના આંતરરાષ્ટ્રીય વિતરણ સાથે હોમ્બલે ફિલ્મ્સ બોક્સ ઓફિસ પર નવો બેન્ચમાર્ક સ્થાપિત કરવા જઈ રહ્યું છે. આ ઉપરાંત, હોમ્બલે ફિલ્મ્સ પાસે આગામી સમયમાં 'સાલાર: પાર્ટ ૨ - શૌર્યાંગ પર્વ', 'મહાવતાર પરશુરામ', 'સૂર્યા ૪૮' અને ઋત્વિક રોશન સાથેના મોટા પ્રોજેક્ટ્સ સહિત અનેક ભવ્ય ફિલ્મોની મજબૂત લાઇન-અપ તૈયાર છે.

 

(7:26 PM IST)