તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th April 2026
ગુડ ન્યૂઝ: દીપિકા પાદુકોણ-રણવીર સિંહ ફરી બનશે માતા-પિતા, પુત્રી દુઆના હાથમાં પ્રેગ્નન્સી કિટ સાથે કરી જાહેરાત
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ પોસ્ટ: અભિનેત્રીએ અનોખા અંદાજમાં શેર કરી બીજી ગર્ભાવસ્થાની ખુશખબર, ફેન્સમાં ખુશીનો માહોલ

નવી દિલ્હી : બોલિવૂડના લોકપ્રિય 'પાવર કપલ' દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ફરી એકવાર માતા-પિતા બનવા જઈ રહ્યા છે. અભિનેત્રીએ આજે સવારે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ખાસ પોસ્ટ શેર કરીને આ ખુશખબર ચાહકો સાથે વહેંચી છે, જેને પગલે સોશિયલ મીડિયા પર અભિનંદનનો વરસાદ શરૂ થયો છે.
અનોખી રીતે કરી જાહેરાત
દીપિકા અને રણવીરે ખૂબ જ આકર્ષક રીતે પોતાની ગર્ભાવસ્થાની જાહેરાત કરી છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી તસવીરમાં તેમની નાની પુત્રી 'દુઆ' જોવા મળે છે, જેણે હાથમાં પ્રેગ્નન્સી કિટ પકડી છે. આ પોસ્ટ જોતા જ સ્પષ્ટ થઈ ગયું હતું કે દીપિકા બીજીવાર ગર્ભવતી છે. અભિનેત્રીએ આ પોસ્ટના કેપ્શનમાં માત્ર 'ખરાબ નજર'થી બચવા માટેના ઇમોજીસ (🧿🧿) મૂક્યા છે.
ફેન્સમાં ઉત્સાહ અને અભિનંદનની વર્ષા
પોસ્ટ વાયરલ થતા જ કોમેન્ટ સેક્શનમાં ચાહકો અને સેલિબ્રિટીઓ દંપતી પર પ્રેમ વરસાવી રહ્યા છે. એક પ્રશંસકે લખ્યું, "બેબી દુઆને હવે નાનું ભાઈ-બહેન મળવાનું છે," જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, "આ સમાચાર સાંભળીને ખૂબ આનંદ થયો." આ કપલ માટે ચાહકોનો ઉત્સાહ અને લાગણીઓ સોશિયલ મીડિયા પર સ્પષ્ટ દેખાઈ રહી છે.
પાવર કપલની સફર
દીપિકા અને રણવીરે વર્ષ ૨૦૧૮માં ભવ્ય રીતે લગ્ન કર્યા હતા. ત્યારબાદ ૨૦૨૪માં તેમણે પોતાની પુત્રી દુઆનું સ્વાગત કર્યું હતું. વ્યાવસાયિક રીતે જોઈએ તો રણવીર સિંહ માટે પણ આ વર્ષ અત્યંત સફળ રહ્યું છે, તેની ફિલ્મ 'ધુરંધર ૨' બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. હવે વ્યક્તિગત જીવનમાં પણ આ કપલ નવા મહેમાનના આગમનને લઈને ભારે ઉત્સાહમાં છે.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
