News of Monday, 14th September 2026
ગણેશોત્સવમાં જેનેલિયા દેશમુખનો રોયલ મહારાષ્ટ્રીયન લુક: વાઇબ્રન્ટ સાડી અને ગોલ્ડન જ્વેલરી સાથે સોશિયલ મીડિયા પર ફેન્સને કર્યા મંત્રમુગ્ધ
પરિવાર સાથે ગણેશ ચતુર્થીની ભવ્ય ઉજવણી; ટ્રેડિશનલ કલર-બ્લોક્ડ સાડી, નાથ અને દેશમુખ પરિવારના ફ્લોરલ એન્સેમ્બલે જીત્યા સૌના દિલ

મુંબઈ : ગણેશોત્સવ ૨૦૨૬ નો તહેવાર સમગ્ર દેશમાં ભારે ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે, ત્યારે બોલીવુડની ક્યુટ અને લોકપ્રિય જોડી જેનેલિયા અને રિતેશ દેશમુખે પણ ગણેશ ચતુર્થી પરંપરાગત શૈલીમાં ઉજવી છે. અભિનેત્રી જેનેલિયા દેશમુખે તેના પરિવાર સાથે તહેવારની ઉજવણીની આકર્ષક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેમાં તેનો રોયલ મહારાષ્ટ્રીયન ટ્રેડિશનલ અવતાર જોઈને ફેન્સ ઘેલા થયા છે.
આ ખાસ પ્રસંગે જેનેલિયાએ ડાર્ક રેડ, પિંક અને બ્રાઈટ યલો કલરના કોમ્બિનેશન વાળી અત્યંત સુંદર સાડી ધારણ કરી હતી. મોર્ડન કલર-બ્લોક્ડ પેટર્ન ધરાવતી આ સાડીની વણાયેલી બોર્ડર પર લાલ અને સોનાની જટિલ વિગતો હતી, જ્યારે તેના પલ્લુ પર બનેલા કમળના મોટિફ્સ ટ્રેડિશનલ લુકમાં ચાર ચાંદ લગાવી રહ્યા હતા. સાડી સાથે તેણે ઓપન-બેક ડિઝાઇન અને ગોલ્ડ-ટોન ડિટેલિંગ ધરાવતું ક્લાસિક રેડ બ્લાઉઝ મેચ કર્યું હતું.
સોનાના દાગીના અને ટ્રેડિશનલ શૃંગાર
જેનેલિયાના જ્વેલરી કલેક્શને તેના મહારાષ્ટ્રીયન લુકને સંપૂર્ણતા આપી હતી. તેણે નેકલાઇનથી લઈને નીચે સુધી સોનાના હારના અનેક લેયર્સ પહેર્યા હતા, જેમાં ચોકર તેમજ લાંબા પેન્ડન્ટ ધરાવતા હારનો સમાવેશ થતો હતો. ઝુમકા-શૈલીના કાનના કફ, સ્ટેટમેન્ટ રિંગ્સ, લીલા કાચની બંગડીઓ અને મહારાષ્ટ્રીયન લુકની ઓળખ સમાન નાથ (Nath) અને લાલ બિંદી સાથે તેણે કમળના ફૂલોથી શણગારેલો અંબોડો (Hair Bun) બનાવીને લુક પૂર્ણ કર્યો હતો.
બીજી તરફ, તેના પતિ અને અભિનેતા રિતેશ દેશમુખ તેમજ તેમના બંને બાળકોએ પણ ટ્રેડિશનલ લુકમાં અદભુત એન્ટ્રી કરી હતી. ત્રણેય પિતા-પુત્રોએ મેચિંગ બહુ-ટોન ફ્લોરલ નેહરુ જેકેટ સાથે કુર્તા-પાયજામા પહેર્યા હતા. દેશમુખ પરિવારના આ પારંપરિક અને પરફેક્ટ ફેમિલી લુકને સોશિયલ મીડિયા પર પ્રશંસકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.
(7:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
