તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 16th May 2026
પુષ્પા ઇમ્પોસિબલમાં ગુજરાતી ફિલ્મ ‘લાલો'ની સ્ટાર કાસ્ટની એન્ટ્રી
ટીવી પરદે ભક્તિ અને માતૃત્વનો અનોખો સગમ

મુંબઇ તા. ૧૬ઉ ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં ૧૦૦ કરોડની કમાણી કરનાર પ્રથમ ફિલ્મ ‘લાલો-કળષ્ણ સદા સહાયતે' હવે ટેલિવિઝન પર ધૂમ મચાવવા તૈયાર છે. ૧૭મી મેના રોજ બપોરે ૧ વાગ્યે સોની મેક્સ પર આ ફિલ્મનો વર્લ્ડ પ્રીમિયર યોજાશે. આ નિમિત્તે સોની સબની લોકપ્રિય સીરિયલ ‘પુષ્પા ઇમ્પોસિબલ'માં એક ભાવનાત્મક વિશેષ એપિસોડ પ્રસારિત થશે, જેમાં ફિલ્મના કલાકારો શ્રુહદ ગોસ્વામી અને રીવા રાચ્છ ખાસ હાજરી આપશે.
એપિસોડમાં પુષ્પા અને કાનુડાની આધ્યાત્મિક મુલાકાત દર્શકોને મંત્રમુગ્ધ કરશે. માતળદિનના અવસરે એકલી પુષ્પાને ભગવાન કળષ્ણ માનવી સ્વરૂપમાં આવીને સાંત્વના આપશે. ક્રિષ્ના નામનો છોકરો પુષ્પાને ‘મૈયા' કહીને સંબોધશે અને હૃદયસ્પર્શી સંવાદો તથા બાંસરીના સુરથી તેના માતળત્વના આનંદને ફરી જીવંત કરશે. કરૂણા પાંડે અને શ્રુહદ ગોસ્વામીએ આ અનોખા સાંસ્કળતિક સંગમ વિશે ભારે ઉત્સાહ વ્યક્ત કર્યો છે. વિશ્વાસ, લાગણી અને દૈવી પ્રમથી ભરપુઙ્ઘર આ ફિલ્મ હિન્દી અને ગુજરાતી બંને ભાષામાં પ્રસારિત થશે.
(11:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
