<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

આ સપ્‍તાહ ઓટીટી-થિએટરમાં આઠ નવી ફિલ્‍મ-સિરીઝ રિલીઝ

વેકેશન પહેલાં ઓટીટી અને થિએટરમાં નવી રિલીઝની ભરમાર

મુંબઈ,તા.૧૪: ધીરે ધીરે વેકેશનની સીઝન આવી રહી છે અને ઓટીટી પર તેમજ થિએટરમાં નવી નવી ફિલ્‍મ અને સિરીઝ રિલીઝ થઈ રહી છે. વારંવાર રિલીઝ ડેટમાં ફેરફાર અને લાંબા સમયનાં વિલંબ બાદ આખરે અક્ષય કુમારની ભૂત બંગલા થિએટરમાં રિલીઝ થઈ રહી છે. 

બીજી તરફ રાજકુમાર રાવ અને સાન્‍યા મલ્‍હોત્રાની ફિલ્‍મ ટોસ્‍ટર ઓટીટી પર રિલીઝ થઈ રહી છે.

તે સિવાય થિએટરમાં ટૂંકી દોડ પછી હવે દો દિવાને સહેર મેં અને અસ્‍સી પણ ઓટીટી પર આવી રહી છે તો વિજય વર્માની મટકા કિગ પણ ઓટીટી પર આવી રહી છે.  તે ઉપરાંત જાણીતા કલાકારો સાથેની ત્રણ હોલિવૂડ ફિલ્‍મો પણ થિએટરમાં રિલીઝ થઈ રહી છે.

ભૂત બંગલા

કાસ્‍ટઃ અક્ષય કુમાર, પરેશ રાવલ, રાજપાલ યાદવ, તબુલ વામિકા ગબ્‍બી

રિલીઝઃ થિએટર  ૧૬ એપ્રિલ

આ ફિલ્‍મ માટે અક્ષય કુમાર અને પ્રિયદર્શને ૧૪ વર્ષે ફરી એક વખત સાથે કામ કર્યું છે. આ ફિલ્‍મની ઓફિશિયલ રિલીઝ ભલે મોડી હોય પરંતુ ફિલ્‍મનાં પેઇડ પ્રીવ્‍યુ ૧૬ એપ્રિલે શરૂ થાય છે, તેથી આ ફિલ્‍મ ૧૬ તારીખથી જ થિએટરમાં જોઈ શકાશે.

ટોસ્‍ટર

કાસ્‍ટઃ રાજકુમાર રાવ, સાન્‍યા મલ્‍હોત્રા, અર્ચના પુરનસિહ, અભિષેક બેનર્જી, ફરાહ ખાન, સીમા પાહવા

રિલીઝઃ નેટફિલક્‍સ  ૧૫ એપ્રિલ

આ ફિલ્‍મમાં એક લોભી વ્‍યક્‍તિ રમાકાંતની વાત છે, જે રોલ રાજકુમાર રાવ કરી રહ્યો છે. તેણે એક નવદંપત્તિને લગ્નમાં ભેટમાં આપેલું ટોસ્‍ટર પરત મેળવવા માટે પ્રયત્‍ન કરે છે અને તેમાં કેવો મુશ્‍કેલીમાં ફસાય છે, તેની વાત છે.

દો દિવાને સહેર મેં

કાસ્‍ટ  સિદ્ધાંત ચતુર્વેદી, મૃણાલ ઠાકુર, ઇલા અરુણ, આયેશા રઝા, અચિત કૌર, નવીન કૌશિક

રિલીઝ  નેટફિલક્‍સ  ૧૭ એપ્રિલ

થિએટરમાં ફેબ્રુઆરી ૨૦૨૬માં આ ફિલ્‍મ રિલીઝ થઈ હતી, હવે આ ફિલ્‍મ ઓટીટી પર રિલીઝ થઈ રહી છે, જેમાં એક મુશ્‍કેલીવાળી લવસ્‍ટોરી છે, જેનો સુખદ અંત આવે છે.

લી ક્રોનિન્‍સ ધ મમ્‍મી

કાસ્‍ટઃ જેક રેનર, લઈઆ કોસ્‍ટા, મે કેલેમી, નતાલી ગ્રીસ

રિલીઝ : થિએટર - ૧૭ એપ્રિલ

એરક પત્રકારપિતા બનવા માગે છે અને સાથે જ તેની ઉચી મહત્‍વાકાંક્ષાઓ છે, એ દરમિયાન તેની દિકરી ગાયબ થઈ જાય છે, જે આઠ વર્ષ સુધી પાછી આવતી નથી. આ એક તૂટેલા પરિવારની હોરર સ્‍ટોરી છે.

અસ્‍સી

કાસ્‍ટઃ તાપસી પન્નુ, મનોજ પાહવા, કુમુદ મિશ્રા, મહોમ્‍મદ ઝીશાન અયુબ

રિલીઝ  ઝી૫  ૧૭ એપ્રિલ

આ એક ગંભીર કોર્ટરૂમ ડ્રામા ફિલ્‍મ છે, જેમાં એક દુષ્‍કર્મ પીડીતાના કેસની વાત છે. સાથે જ આ ફિલ્‍મમાં સમાજમાં રહેલા સડા અને માનસિકતાની પણ વાત કરવામાં આવી છે.

મટકા કિંગ

કાસ્‍ટ : વિજય વર્મા, ક્રિતિકા કામરા, ગુલશન ગ્રોવર,

જેમી લીવર, કિશોક કદમ

રિલીઝ : પ્રાઇમ વીડિયો ૧૭ એપ્રિલ

મટકા કિંગ એ એક કપાસના વેપારી બ્રીજ ભટ્ટીની વાર્તા છે, જે સમાજના અન્‍ય વેપારીઓ સામે પોતાનું સ્‍થાન ઉંચું બનાવવા માટે જુગારનો ધંધો શરૂ કરે છે.

મધર મેરી

કાસ્‍ટઃ એન હેથ વે, મેચેલા કોએઓલ, હંટર શેફર, એથેના ફ્રીઝેલ

રિલીઝઃ થિએટર  ૧૭ એપ્રિલ

આ એક સાઇકોલોજિકલ થ્રિલર છે, જેમાં એક પોપ સ્‍ટાર મેરી તેની જુની મિત્ર અને ફેશન ડિઝાઇનર સેમને એક દિવસ માટે મળે છે અને તેમાં તેમનો ઇતિહાસ ખુલે છે અને તેમનો ભૂતકાળ સપાટી પર આવી જાય છે.

નોર્મલ

કાસ્‍ટઃ લેના હીડે, બોબ ઓબેંકિર્ક, ગ્‍લેન ફેગ, બેન વીટલી

રિલીઝઃ થિએટર  ૧૭ એપ્રિલ

શેરીફ યુલિસીસ પોતાના નોકરીના પ્રશ્નો અને લગ્નજીવનના પ્રશ્નોને પાછળ છોડીને નવા સ્‍થળે નોકરી માટે જાય છે. જ્‍યાં તે એક બેંક લૂંટના કેસ પર કામ કરી છે. તેનાથી તે વધુ મુશ્‍કેલીમાં મુકાય છે.

(10:02 AM IST)