<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th September 2026

"રામાયણ"ફિલ્મના મેકર્સનો ડબલ ધમાકો: રામ-સીતા અને લક્ષ્મણની દિવ્ય ઝલક સામે આવી ; યશે દર્શાવ્યો રાવણનો ભયાનક અહંકાર

નિતેશ તિવારીની 4000 કરોડના બજેટવાળી મેગા ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ, રણબીર કપૂર, સાઈ પલ્લવી અને રવિ દુબે એક જ ફ્રેમમાં, કેપ્શન - 'ધર્મમાં સદાય સાથે'

મુંબઈ તા.૨૭ : નિતેશ તિવારી અને નમિત મલ્હોત્રાની બહુચર્ચિત ફિલ્મ 'રામાયણ'ના મેકર્સે ડબલ ધમાકો કર્યો છે. 2026ની મોસ્ટ અવેટેડ આ ફિલ્મના બે નવા પોસ્ટર સામે આવ્યા છે.

 

પહેલા પોસ્ટરમાં રણબીર કપૂર ભગવાન શ્રીરામ, સાઈ પલ્લવી માતા સીતા અને રવિ દુબે લક્ષ્મણના રૂપમાં એક જ ફ્રેમમાં જોવા મળે છે. રણબીરના લુકમાં શાંત, સ્થિર અને શાહી તેજ, સાઈ પલ્લવીમાં પવિત્રતા અને નિર્ભયતા, જ્યારે રવિ દુબેમાં ભાઈ પ્રત્યે વફાદારીની ઝલક જોવા મળે છે.

 

બીજા પોસ્ટરમાં 'રોકિંગ સ્ટાર' યશ 'ત્રણ લોકના સ્વામી રાવણ' તરીકે ભયાનક અહંકાર સાથે જોવા મળે છે.

 

આ ફિલ્મ 4000 કરોડના બજેટ સાથે ભારતીય સિનેમાની સૌથી મોંઘી ફિલ્મ છે. જેમાં સની દેઓલ હનુમાન, અરુણ ગોવિલ રાજા દશરથની ભૂમિકામાં છે. સંગીત હંસ ઝિમર અને એ.આર. રહેમાને આપ્યું છે. ફિલ્મનો પહેલો ભાગ દિવાળી 2026, 6 નવેમ્બરે અને બીજો ભાગ દિવાળી 2027માં IMAXમાં રિલીઝ થશે.

(3:37 PM IST)