<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

આવક વહેંચણી મુદ્દે વિવાદ: બેંગલુરુના વિજય સિનેમાએ નિતેશ તિવારીની ફિલ્મ 'રામાયણ' રિલીઝ કરવાનો કરવાનો કર્યો ઇનકાર

ડિસ્ટ્રિબ્યુટર્સ સાથે ટક્કર થતાં થિયેટરનો મોટો નિર્ણય : અગાઉ 'જન નાયકન' અને 'ટોક્સિક' સાથે પણ આ બિઝનેસ મોડેલને કારણે થયો હતો વિવાદ

મુંબઈ: બેંગલુરુના સિંગલ-સ્ક્રીન થિયેટર વિજય સિનેમાએ દિગ્દર્શક નિતેશ તિવારીની આગામી ફિલ્મ "રામાયણ" રિલીઝ ન કરવાનો નિર્ણય લીધો છે. થિયેટરે ફિલ્મના વિતરકો સાથે આવક વહેંચણી અંગેના વિવાદનો ઉલ્લેખ કર્યો હતો. વિજય સિનેમાએ જણાવ્યું હતું કે તે નિશ્ચિત ટકાવારી આવક વહેંચણી મોડેલ પર કાર્ય કરે છે, પરંતુ ફિલ્મના વિતરકો આ શરતે ફિલ્મ રિલીઝ કરવા તૈયાર ન હતા. વિજય સિનેમા દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે થિયેટરોમાં ફિલ્મની આવકનું વિતરણ ટકાવારી પર આધારિત છે. આ વ્યવસ્થા હેઠળ, ફિલ્મના પ્રદર્શન અને કમાણીના આધારે થિયેટર અને વિતરકો વચ્ચે આવક વહેંચવામાં આવે છે. જો કે, "રામાયણ" ના વિતરકોએ આ વ્યવસ્થા હેઠળ ફિલ્મ રિલીઝ કરવાનો ઇનકાર કર્યો છે.થિયેટરે સ્પષ્ટતા કરી હતી કે ફિલ્મ રિલીઝ ન કરવાનો નિર્ણય "રામાયણ" અથવા તેની વાર્તાની વિરુદ્ધ નથી, પરંતુ આવક વહેંચણીની શરતો સાથે સંબંધિત છે.વિજય સિનેમાએ જણાવ્યું હતું કે તેણે અગાઉ કેટલીક ફિલ્મો અંગે સમાન વલણ અપનાવ્યું છે.થિયેટરના જણાવ્યા અનુસાર, તેણે અગાઉ થલાપતિ વિજયની ફિલ્મ "જન નાયકન" અને યશની આગામી ફિલ્મ "ટોક્સિક" અંગે પણ સમાન નિર્ણય લીધો હતો. થિયેટરે પોતાના વલણનો પુનરોચ્ચાર કરતા કહ્યું કે આ કોઈ ચોક્કસ ફિલ્મને લક્ષ્ય બનાવવાનો કેસ નથી, પરંતુ તેના વ્યવસાયિક નિયમો અને આવકની વહેંચણી સાથે સંબંધિત છે.નિતેશ તિવારી દ્વારા દિગ્દર્શિત "રામાયણ", ભારતીય મહાકાવ્ય પર આધારિત ફિલ્મ છે. દર્શકો પહેલાથી જ ફિલ્મ વિશે ચર્ચા કરી રહ્યા છે. આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામ, સાઈ પલ્લવી સીતા અને યશ રાવણ તરીકે છે. આ ઉપરાંત, સની દેઓલ, રવિ દુબે, રકુલ પ્રીત સિંહ, અરુણ ગોવિલ, લારા દત્તા, વિવેક ઓબેરોય અને અનુપમ ખેર જેવા કલાકારો પણ જોવા મળશે.

(6:08 PM IST)