<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

‘ચટની'થી લઈને ‘ઘીસ ઘીસ' - બોલિવૂડમાં હવે પંજાબી પરથી ભોજપુરી ગીતોનો ટ્રેન્‍ડ બદલાયો

હિન્‍દી ફિલ્‍મોમાં ભોજપુરી ગીતોથી પ્રેરિત ગીતોની યાદી વધી રહી છે

મુંબઇ તા.૧૭: છેલ્‍લા કેટલાંક વર્ષોથી હિન્‍દી ફિલ્‍મોમાં પંજાબી ગીતો અને - પંજાબી ગીતોથી પ્રેરિત ગીતોનો દોર ચાલી રહ્યો હતો. સાથે જ પંજાબી કલાકારોનું પ્રભુત્‍વ પણ વધી રહ્યું હતું. ત્‍યારે હવે હિન્‍દી ફિલ્‍મોમાં ઉત્તર ભારતનાં વધુ એક પ્રદેશના ગીતોનો ટ્રેન્‍ડ સામે આવ્‍યો છે. છેલ્‍લી કેટલીક ફિલ્‍મોમાં ભોજપુરી ગીતોથી પ્રેરિત ગીતો સાંભળવા મળ્‍યા છે. સાથે જ ભોજપુરી કલાકારો પણ હવે મેઈન સ્‍ટ્રીમ હિન્‍દી ગીતોમાં સાંભળવા મળી રહ્યા છે.

તાજેતરમાં રિતેશ દેશમુખ, અર્શદ વારસી, જાવેદ જાફરી અને અંજલી દિનેશ આનંદ અભિનીત કોમેડી ફિલ્‍મ ધમાલ ૪ માં લોકપ્રિય ભોજપુરી ગીત ચટનીને નવા અંદાજમાં રજૂ કરવામાં આવ્‍યું છે. મૂળ ગીત ૧૯૬૯માં સુંદર પોપોએ ગાયું હતું અને વર્ષો દરમિયાન તેનાં અનેક વખત નવા નવા વર્ઝન થઈ ચૂક્‍યાં છે. ફિલ્‍મ માટે તૈયાર કરાયેલા નવા વર્ઝનને નીલકમલ સિંહ અને મમતા યાદવે અવાજ આપ્‍યો છે.

ભોજપુરી સંગીતનો રંગ માત્ર ધમાલ ૪ પૂરતો મર્યાદિત નથી, અક્ષય કુમારની આગામી કોમેડી ફિલ્‍મ વેલકમ ટુ ધ જંગલનાં ગીત વિસ પિસ વિસમાં પણ ભોજપુરી અને હિન્‍દી શબ્‍દોનું રસપ્રદ મિશ્રણ છે. વિક્રમ મોન્‍ટ્રોઝ અને સુપ્રિયા પાઠકે ગાયેલું આ ગીત ગામડાની પૃષ્ઠભૂમિ પર આધારિત છે અને તેમાં અક્ષય કુમાર સાથે ભોજપુરી છે. આ તરફ વરુણ પવન, જાહન્‍વી અભિનેત્રી અક્ષરા સિંહ પણ જોવા મળે કપૂર, સાન્‍યા મલ્‍હોત્રા અને રોહિત સરાફ અભિનીત સની સંસ્‍કારી કી તુલસી કુમારી ફિલ્‍મનું ગીત પાનવાડી પણ દર્શકોમાં ખુબ લોકપ્રિય બન્‍યું છે. ખેસારીલાલ પાદવના ભોજપુરી લોકસંગીત અને માસૂમ શર્માના હરિયાણવી લોકસંગીતના સંયોજનથી તૈયાર થયેલું આ ગીત હોળીના તહેવારમાં ખાસ ચર્ચામાં રહ્યું હતું.

તેલુગુ અને હિન્‍દી ફિલ્‍મ ડાકોઈટઃ અ લવ સ્‍ટોરી માટે ભોજપુરી સુપરસ્‍ટાર પવન સિંહ અભિનેતા અદિવી શેષ અને ગાયિલ જોનિતા ગોપી સાથે મળીને ટચ બડી ગીત રજૂ કર્યું હતું. દેશી અંદાજ અને ગ્રામ્‍ય વાતાવરણ ધરાવતું આ ગીત દર્શકોને પસંદ આવ્‍યું હતું.

રાજકુમાર રાવ પણ ભોજપુરી સંગીતના આ ટેન્‍ડથી બાકાત નથી. ગયા વર્ષે આવેલી ફિલ્‍મ માલિકમાં તેણે ખેસારીલાલ યાદવ સાથે અફેર ગીત કર્યું હતું. માનુષી છિલ્‍લર સાથે ફિલ્‍માવવામાં આવેલા આ ગીતે રોમેન્‍ટિક અને મસ્‍તી ભર્યા અંદાજથી દર્શકોનું ધ્‍યાન ખેંચ્‍યું હતું.

બોલિવૂડમાં ભોજપુરી ગીતોની વધતી લોકપ્રિયતાની શરૂઆત ૨૦૨૪માં આવેલી બ્‍લોકબસ્‍ટર ફિલ્‍મસ્ત્રી ૨ના ગીત આઈ નઈથી થઈ હોવાનું માનવામાં આવે છે. ત્‍યારબાદ રાજકુમાર તરીકે રાવની બીજી ફિલ્‍મ વિકી વિદ્યા કા વો વાલા વિડિયોમાં લોકપ્રિય ભોજપુરી ગીત ચુમ્‍માનું રિક્રિએટેડ વર્ઝન રજૂ કરવામાં આવ્‍યું, જેમાં પવન સિંહ પણ જોવા મળ્‍યા હતા.

હવે સ્‍થિતિ એવી છે કે બોલિવૂડના નિર્માતાઓ અને સંગીતકારો ભોજપુરી લોકસંગીતની લોકપ્રિયતા અને તેની વિશાળ પહોંચને ધ્‍યાનમાં રાખીને તેને મુખ્‍યપારાની ફિલ્‍મોમાં સ્‍થાન આપી રહ્યા છે. પરિણામે ભોજપુરી સંગીત માત્ર પ્રાદેશિક ઓળખ પૂરતું સીમિત ન રહી, રાષ્ટ્રીય સ્‍તરે એક મજબુત મ્‍યુઝિક ટ્રેન્‍ડ ઉભરી રહ્યું

(3:47 PM IST)