તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd June 2026
બોલીવુડ અભિનેતા આમીરખાન ત્રીજી વખત લગ્ન કરશે ? :5 જુલાઈએ ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે પરણશે તેવી ચર્ચા
નજીકના મિત્રો અને પરિવારજનોની હાજરીમાં એક ખાનગી સમારોહમાં લગ્ન કરી શકે :સમારોહને સાદગીપૂર્ણ અને અંગત રાખવાની યોજના

મુંબઈ :બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ ગણાતા આમિર ખાન ફરી એકવાર પોતાની પર્સનલ લાઇફને લઈને ચર્ચામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આમિર ખાન પોતાની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે જુલાઈ 2026માં લગ્ન કરી શકે છે. જોકે અત્યાર સુધી આમિર ખાન અથવા ગૌરી સ્પ્રેટ તરફથી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
તાજેતરના અહેવાલો અનુસાર આમિર ખાન અને ગૌરી સ્પ્રેટ 5 જુલાઈ 2026ના રોજ નજીકના મિત્રો અને પરિવારજનોની હાજરીમાં એક ખાનગી સમારોહમાં લગ્ન કરી શકે છે. સમારોહને સાદગીપૂર્ણ અને અંગત રાખવાની યોજના હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.
આમિર ખાને પોતાના 60મા જન્મદિવસ દરમિયાન ગૌરી સ્પ્રેટને જાહેરમાં પરિચય કરાવ્યો હતો અને તેમના સંબંધની પુષ્ટિ કરી હતી. બંને એકબીજાને લાંબા સમયથી ઓળખે છે અને છેલ્લા કેટલાક વર્ષોથી નજીક આવ્યા હોવાનું આમિરે અગાઉ જણાવ્યું હતું. એક ઇન્ટરવ્યૂમાં આમિર ખાને ગૌરી સાથેના સંબંધ વિશે વાત કરતાં કહ્યું હતું કે તેઓ ખૂબ જ કમિટેડ સંબંધમાં છે અને “હૃદયથી તો હું પહેલેથી જ ગૌરી સાથે પરણેલો છું.”
આમિર ખાને પ્રથમ લગ્ન રીના દત્તા સાથે 1986માં કર્યા હતા. આ દંપતીને બે સંતાનો – જુનૈદ ખામ અને ઇરા ખાન છે. વર્ષ 2002માં બંનેના છૂટાછેડા થયા હતા. ત્યારબાદ આમિર ખાને ફિલ્મમેકર કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા. બંનેનો પુત્ર આઝાદ રાવ ખાન છે. વર્ષ 2021માં આમિર અને કિરણ રાવે અલગ થવાનો નિર્ણય લીધો હતો.
લગ્નના અહેવાલો સોશિયલ મીડિયા અને મનોરંજન જગતમાં ચર્ચાનો વિષય બન્યા છે. પરંતુ મહત્વની વાત એ છે કે હાલ આ સમાચાર માત્ર મીડિયા રિપોર્ટ્સના આધારે સામે આવ્યા છે. આમિર ખાન, ગૌરી સ્પ્રેટ અથવા તેમના પરિવાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તેથી ચાહકો હવે સત્તાવાર પુષ્ટિની રાહ જોઈ રહ્યા છે.
(10:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
