<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th October 2026

Bigg Boss 20 માં હાઈવોલ્ટેજ ડ્રામા: સ્કાઉટની ગર્લફ્રેન્ડ કાશવીની એન્ટ્રી, Love Gill સાથેની નિકટતા પર ફૂટ્યો ગુસ્સો, કહ્યું - 'Cut Her Out'

રોહિત શેટ્ટીએ પણ સ્કાઉટ અને લવના મસાજ વાળા વીડિયો પર સવાલ ઉઠાવ્યા, કહ્યું - આ સ્ક્રીન પર સારું નથી લાગતું, સ્કાઉટનો બચાવ - હું માહી વિજને પણ મસાજ કરું છું

મુંબઈ તા.25 : બિગ બોસ 20 ના આજના વીકેન્ડ કા વારમાં જબરદસ્ત હંગામો જોવા મળશે. ગેમિંગ સ્ટાર અને કન્ટેસ્ટન્ટ સ્કાઉટ ઓપી ઉર્ફે તન્મય સિંહની ગર્લફ્રેન્ડ કાશવી હિરાનંદાની શોમાં એન્ટ્રી મારી છે અને તેને લવ ગિલ સાથેની વધતી નિકટતા પર ખખડાવ્યો છે.

 મેકર્સે શનિવારે નવો પ્રોમો રિલીઝ કર્યો છે. હોસ્ટ રોહિત શેટ્ટી સ્ટેજ પર કાશવીને બોલાવે છે, જેને જોઈને ઘરવાળા ચોંકી જાય છે.

પ્રોમોમાં કાશવી સીધો સ્કાઉટને સવાલ કરે છે, "કૈસે જા રહા હૈ મસાજ પાર્લર, તન્મય?" આ સવાલ સ્કાઉટ અને લવના વાયરલ થયેલા 'બ્લેન્કેટ મસાજ' વાળા મોમેન્ટને લઈને હતો.

ત્યારબાદ તે લવ ગિલ તરફ ફરીને કહે છે, "ક્યા સચ મેં આપ અપને મુહ-બોલે ભાઈઓ કે સાથ ભી ઐસા હી કરતે હો?" જેના જવાબમાં લવ કહે છે, "મેરે લિયે યે સબ નોર્મલ થા, ક્યોકી મુઝે દર્દ થા."

કાશવીનો ગુસ્સો ત્યાં અટક્યો નહીં. સ્કાઉટે અગાઉ કાશવીની તુલના લવ સાથે કરી હતી તેના પર તેણે કહ્યું, "How did you think that you can compare me with her?"

તેણે નારાજગી વ્યક્ત કરતા કહ્યું, "અગર ઘર વાલી ફીલિંગ ચાહિયે થી તો આપકો ઘર પર બૈઠના થા. It makes me feel disgusted."

અને અંતે સ્કાઉટને ચેતવણી આપતા કહ્યું, "અગર આપકો 1% ભી ઇજ્જત હૈ તો draw the line and cut her out."

આ પહેલા હોસ્ટ રોહિત શેટ્ટીએ પણ સ્કાઉટ અને લવના સંબંધ પર સવાલ ઉઠાવ્યા હતા. રોહિતે કહ્યું હતું, "જબ વો આપકે પૈર, હાથ ઔર ગરદન કી મસાજ કર રહા હૈ, લવ, તો યે ઠીક નહીં લગ રહા. આપ સ્કાઉટ કો પીછે સે મસાજ કરને કો કહતી હો ઔર વો આપકે કાફ્સ કો મસાજ કરતા હૈ. યે બિલકુલ અચ્છા નહીં લગ રહા."

જવાબમાં સ્કાઉટે બચાવ કરતા કહ્યું હતું કે તે એક્ટ્રેસ માહી વિજની પણ કહેવાથી મસાજ કરે છે.

નોંધનીય છે કે સ્કાઉટ, લવ, આમ્રપાલી દુબે, યંગ DSA શરૂઆતથી એક જ ગ્રુપમાં છે, પરંતુ સ્કાઉટ અને લવની નિકટતા દર્શકો અને ઘરવાળાઓમાં ચર્ચાનો વિષય બની છે.

(12:38 PM IST)