તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Friday, 2nd October 2026
‘મિર્ઝાપુર ધ મૂવી’માં મોટો ફેરફાર: વિક્રાંત મેસીના સ્થાને જિતેન્દ્ર કુમારની એન્ટ્રીથી ફિલ્મને થયો મોટો ફાયદો, ડાયરેક્ટરનો સનસનાટીભર્યો ખુલાસો!
બોક્સ ઓફિસ પર ૨૭ દિવસમાં ₹૩૩૩ કરોડની કમાણી સાથે ધમાકો: બબલુ પંડિતના પાત્રને નવો અવતાર આપીને વાર્તામાં લવાયો રોમાંચક ટ્વિસ્ટ

મુંબઈ, તા.૦૨: સુપરહિટ ઓટીટી ફ્રેન્ચાઈઝી પર આધારિત બોલીવુડની બહુચર્ચિત ફિલ્મ ‘મિર્ઝાપુર: ધ મૂવી’ મોટા પડદા પર ઈતિહાસ રચી રહી છે. થિયેટરોમાં રિલીઝના ૨૭મા દિવસ સુધીમાં વિશ્વવ્યાપી સ્તરે ₹૩૩૩ કરોડથી વધુનું જંગી બોક્સ ઓફિસ કલેક્શન કરીને ફિલ્મે ધૂમ મચાવી દીધી છે. આ સફળતા વચ્ચે ફિલ્મના નિર્દેશક ગુરમીત સિંહે કાસ્ટિંગમાં કરવામાં આવેલા એક અણધાર્યા ફેરફાર અંગે મોટો ખુલાસો કર્યો છે.
વિક્રાંત મેસીના સ્થાને જિતેન્દ્ર કુમારની એન્ટ્રી બની 'વરદાન'
વેબ સીરિઝમાં 'બબલુ પંડિત'ના લોકપ્રિય પાત્રમાં જોવા મળેલા વિક્રાંત મેસીના સ્થાને ફિલ્મમાં જાણીતા અભિનેતા જિતેન્દ્ર કુમારને કાસ્ટ કરવામાં આવ્યા છે. કાસ્ટિંગના આ ફેરફાર અંગે વાત કરતા ડાયરેક્ટર ગુરમીત સિંહે જણાવ્યું હતું કે, "શરૂઆતમાં આ ફેરફાર એક પડકાર લાગતો હતો, પરંતુ તે એક પ્રકારે 'છુપો આશીર્વાદ' (Disguise in Blessing) સાબિત થયો છે. જિતેન્દ્રના આવવાથી ફિલ્મમાં એક નવી ઉર્જા અને તાજગી ઉમેરાઈ છે."
બબલુ પંડિતની ભૂમિકાને નવેસરથી વ્યાખ્યાયિત કરાઈ
દિગ્દર્શકના જણાવ્યા મુજબ, કાસ્ટિંગ બદલાતા આખી ટીમે બબલુ પંડિતના પાત્ર પર નવેસરથી વિચાર કર્યો. વેબ સીરિઝમાં બબલુ માત્ર તેના ભાઈને મદદ કરતો હતો અને તેનો કોઈ ચોક્કસ અંગત એજન્ડા નહોતો. જ્યારે આ ફિલ્મમાં બબલુ ખુદ રમત રમી રહ્યો છે અને વાર્તાને મુખ્ય કેન્દ્ર સ્થાનેથી આગળ ધપાવી રહ્યો છે. આ ઉપરાંત ફિલ્મમાં બિરજુ લોહારના રોલમાં મોહિત મલિકે પણ દમદાર અભિનય કર્યો છે.
'શો ઓલવેઝ ગોઝ ઓન': મુશ્કેલીને ફાયદામાં ફેરવી
ગુરમીત સિંહે ઉમેર્યું હતું કે, "સર્જનાત્મક દુનિયામાં કોઈપણ પાત્ર કે વાર્તા કોઈ એક વ્યક્તિ સાથે કાયમ માટે જોડાયેલી નથી હોતી. 'શો હંમેશા આગળ વધવો જોઈએ'. અમે મુશ્કેલીનો ઉપયોગ અમારા ફાયદા માટે કરતા શીખ્યા છીએ. કલાકાર અને દિગ્દર્શક તરીકે નવો વિકલ્પ પસંદ કરવાની આ સુંદરતાએ ફિલ્મ માટે સફળતાના અનેક નવા દ્વાર ખોલી આપ્યા છે."
(5:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
