News of Tuesday, 15th September 2026
ખાન પરિવારમાં બાપ્પાનું ભવ્ય સ્વાગતઃ સલમાન ખાનનો નવો લુક જોઈને ફેન્સ ક્રેઝી
ગણપતિ ઉત્સવ વચ્ચે સલમાન ખાન એક નવા અંદાજમાં સોશિયલ મીડિયામાં છવાઈ ગયો છેઃ ભાઈજાનને જોઈને ફેન્સ ફિદા થઈ ગયા છે

મુંબઈ, તા.૧૫: સોમવારનાં રોજ સાંજે સલમાન ખાને તેનાં ભાઈ સોહેલ ખાનનાં મુંબઈ સ્થિત ઘરે ગણપતિ આરતીમાં શામેલ થયો હતો. જ્યારે ભાઈજાનની એન્ટ્રી થઈ ત્યારે પાપારાઝીએ એક્ટરને કેમેરામાં કેદ કરી લીધા હતા. સલમાન ખાને પણ પાપારાઝી સામે એકથી એક હટકે પોઝ આપ્યાં હતા. આ દરમિયાન સલમાન ખાનનો નવો લુક સોશિયલ મીડિયામાં છવાઈ ગયો.
સલમાન ખાન આ વખતે કેઝ્યુઅલ પરંતુ સ્ટાઈલિશ અંદાજમાં જોવા મળ્યો. સલમાન ખાને લાઈટ બ્લૂ ચેક શર્ટની સાથે વ્હાઈટ વોશ્ડ ડેનિમ જીન્સ પહેર્યું હતું. સામાન્ય રીતે ટોપીમાં જોવા મળતો સલમાન ખાન આ વખતે એકદમ અલગ લુકમાં જોવા મળ્યો. સલમાનનો આ લેટેસ્ટ લુક સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. આ વખતે સલમાન ખાન એકદમ ક્લીન શેવ લુકમાં જોવા મળ્યો.
ભાઈજાનનાં આ અંદાજે ફેન્સનું દિલ જીતી લીધું છે. આ સાથે જ લોકોને સલમાનનું જૂનું ગીત ‘જીને કે હૈ ચાર દિન'ની યાદ આવી ગઈ છે. આ ગીતમાં પણ સલમાન ખાન આ ટાઈપનાં લુકમાં જોવા મળ્યો હતો. આ દિવસોમાં ગણપતિ ઉત્સવની અનેક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહયુ છે.
સલમાન ખાનનાં આ લુક પર ફેન્સ ફિદા થઈ ગયા છે. એક ફેને સલમાન ખાનનાં વખાણ કર્યાં છે અને સાથે વોન્ટેડનાં દિવસો પણ યાદ કર્યાં છે. આ સાથે જ બીજા એક ફેને એક્ટરની ફિટનેસ જોઈને લખ્યું કે શેપ અને લુક શાનદાર છે. આમ, સલમાનનાં લેટેસ્ટ લુકનાં લોકોએ ખૂબ વખાણ કર્યાં છે.
સલમાન ખાને પરિવાર સાથે મનાવ્યો ગણપતિ ઉત્સવઃ સોહેલ ખાનનાં ઘરે થયેલાં ગણપતિ ઉત્સવમાં ખાન પરિવારનાં અનેક સભ્યો જોવા મળ્યાં હતા. આ શુભ અવસર પર સલમાન ખાનની માતા સલમા ખાન, બહેન અર્પિતા ખાન શર્મા અને અલવીરા ખાન પણ જોવા મળી હતી. અર્પિતા અને અલવીરા ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળ્યાં હતા. ગણપતિ સમારોહનાં વીડિયોમાં તમે જોઈ શકો છો કે સલમાન ખાન પૂરાં પરિવારની સાથે ગણપતિ ઉત્સવ ઉજવી રહ્યો છે
(3:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
