તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th September 2026
‘પાકિસ્તાની જાસૂસ’ બનીને ભારતમાં આવ્યો આયુષ્માન ખુરાના: 'ઉડતા તીર'નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, કોમેડી અને સ્પાય થ્રિલરનું અદ્ભુત મિશ્રણ
આયુષ્માન અને સારા અલીખાનની દમદાર ઓનસ્ક્રિન કેમિસ્ટ્રી, દેશભક્તિ, રોમાંચ અને ટ્વિસ્ટથી ભરપૂર આ ફિલ્મ ૯ ઑક્ટોબરે થિયેટરોમાં ધમાકો કરવા તૈયાર

મુંબઈ, તા.૨૪: બોલિવૂડ સુપરસ્ટાર આયુષ્માન ખુરાના અને અભિનેત્રી સારા અલીખાનની બહુપ્રતિક્ષિત એક્શન-કોમેડી સ્પાય થ્રિલર ફિલ્મ 'ઉડતા તીર'નું ધમાકેદાર ટ્રેલર સોશિયલ મીડિયા પર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ૩ મિનિટ અને ૧૮ સેકન્ડનું આ ટ્રેલર એક્શન, રોમાંચ, રોમાન્સ અને દેશભક્તિના રંગોથી સભર છે, જે દર્શકોને થિયેટરો સુધી ખેંચી લાવવા માટે પૂરેપૂરું મજબૂર કરે છે. ટ્રેલરની શરૂઆત જ પાકિસ્તાની સૈન્યના ઉચ્ચ અધિકારીના દમદાર ડાયલોગ સાથે થાય છે કે, "હિન્દુસ્તાની એક કે બાદ એક અપને જાસુસ પાકિસ્તાન ભેજતે હી જા રહે હૈં."
ફિલ્મની રસપ્રદ વાર્તા અનુસાર, આયુષ્માન ખુરાના 'બિલાલ' નામના પાકિસ્તાની જાસૂસની ભૂમિકા ભજવી રહ્યો છે, જે ખાસ મિશન સાથે ભારતમાં પ્રવેશ કરે છે. ટ્રેલરમાં સૌથી શોકિંગ અને ક્યુરિયોસિટી જગાડે એવી ક્ષણ એ છે જ્યારે પાકિસ્તાનથી ફોન આવે છે અને બીજી તરફ ભારત માતા કી જયના નારા વચ્ચે આયુષ્માનના હાથમાં ભારતીય તિરંગો જોવા મળે છે. એક પાકિસ્તાની જાસૂસ ભારત માતાની જય કેમ બોલી રહ્યો છે - આ જ સસ્પેન્સની આસપાસ આખી ફિલ્મ ફરે છે.
બીજી તરફ, એક નાનકડા બ્રેક બાદ મોટા પડદે પુનરાગમન કરી રહેલી સારા અલીખાન પોતાના દેશ માટે પાકિસ્તાની જાસૂસને પકડાવવાના મિશન પર નીકળે છે. આકાશ કૌશિક આ ફિલ્મથી નિર્દેશક તરીકે ડેબ્યૂ કરી રહ્યા છે. ફિલ્મમાં રામ કપૂર અને ગુલશન ગ્રોવર પણ પાકિસ્તાની સૈન્ય અધિકારીઓના મહત્વપૂર્ણ રોલમાં જોવા મળશે. આયુષ્માન અને સારાની અદ્ભુત કેમિસ્ટ્રી ધરાવતી આ ફિલ્મ દશેરાના તહેવારની આસપાસ એટલે કે ૯ ઑક્ટોબરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
(5:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
