તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th September 2026
કેબીસીના સ્ટેજ પર અમિતાભ બચ્ચને ખોલ્યું રોહિત શર્મા અને રિતિકા સજદેહનું સૌથી મોટું સિક્રેટ: મેચ દરમિયાન કેમ ફિંગર ક્રોસ રાખે છે રિતિકા? જાણીને થઈ જશો દંગ!
મહાનાયક બિગ બીએ શૉમાં કર્યો મોટો ખુલાસો: રોહિત શર્માના બેટિંગ કરતી વખતે પત્ની રિતિકાની આ ખાસ આદત પાછળનું અદ્ભુત કારણ જાણી ફેસ પણ થયા ભાવુક

મુંબઈ : બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનો લોકપ્રિય ક્વિઝ રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC) હંમેશાં રસપ્રદ કિસ્સાઓ અને મજેદાર વાતોને લઈને ચર્ચામાં રહેતો હોય છે. હાલમાં જ KBC ના મંચ પર કંઈક એવું બન્યું, જેનાથી ખુદ બિગ બીએ ભારતીય ક્રિકેટર રોહિત શર્મા અને તેમની પત્ની રિતિકા સજદેહ સાથે જોડાયેલું એક ખૂબ જ સુંદર અને રોચક રહસ્ય દુનિયા સામે લાવ્યું છે. આ ખુલાસાએ સોશિયલ મીડિયા પર પણ ભારે ધમાકો મચાવી દીધો છે.
જ્યારે સ્પર્ધકે પોતાને ગણાવી રોહિત શર્માની પત્ની!
તાજેતરના એક એપિસોડમાં સોનાલી નામની એક સ્પર્ધક શૉમાં સામેલ થઈ હતી, જેણે ખુલાસો કર્યો કે તે ભારતીય ક્રિકેટ કેપ્ટન રોહિત શર્માની ખૂબ જ મોટી ફેન છે. વાતચીત દરમિયાન સોનાલીએ મજાકિયા અંદાજમાં એવું પણ કહી દીધું કે તે તો પોતાને રોહિત શર્માની પત્ની જ માને છે! સોનાલીની આ દીવાનગી અને નિખાલસતા જોઈને ખુદ અમિતાભ બચ્ચન પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને હસી પડ્યા હતા. બિગ બીએ રમૂજી અંદાજમાં કહ્યું કે તેઓ રોહિત શર્માને જરૂર જણાવશે કે કોઈ પ્રશંસક તેમને પોતાના પતિ માનીને શૉમાં આવી હતી. આ દરમિયાન અમિતાભ બચ્ચને પણ સ્વીકાર્યું કે તેઓ ખુદ રોહિત શર્માની બેટિંગના ખૂબ મોટા પ્રશંસક છે.
રિતિકા મેચ દરમિયાન કેમ રાખે છે ફિંગર ક્રોસ? ખુદ બિગ બીએ જણાવી અંદરની વાત
રમતમાં આગળ વધતી વેળાએ અમિતાભ બચ્ચને રોહિત શર્મા અને તેમની પત્ની રિતિકા સજદેહ સાથે જોડાયેલો એક અત્યંત રસપ્રદ કિસ્સો શેર કર્યો હતો. બિગ બીએ જણાવ્યું કે, જ્યારે પણ રોહિત મેદાન પર રમતા હોય છે, ત્યારે સ્ટેડિયમમાં બેઠેલી રિતિકા તરફ તેમનું ધ્યાન ચોક્કસ જાય છે. તેમણે નોંધ્યું હતું કે રોહિતની મેચ દરમિયાન રિતિકાની આંગળીઓ હંમેશાં ક્રોસ થયેલી (એકબીજામાં પરોવાયેલી) હોય છે.
આ બાબતે ઉત્સુક થઈને અમિતાભ બચ્ચને ખુદ એકવાર રોહિત શર્માને આનું કારણ પૂછ્યું હતું. ત્યારે રોહિતે જણાવ્યું હતું કે રિતિકા લગ્ન પહેલાંથી જ આ રીતે પોતાની આંગળીઓ ક્રોસ કરતી આવી છે. આ માત્ર એક આદત નથી, પરંતુ જ્યારે પણ રોહિત ગ્રાઉન્ડ પર બેટિંગ કરતા હોય છે, ત્યારે તેમની સફળતા અને સારા પ્રદર્શન માટે રિતિકા આ રીતે પોતાની આશા અને પ્રાર્થના વ્યક્ત કરતી હોય છે. બિગ બીએ આ અનોખા પ્રેમ અને સમર્પણને ખૂબ જ સુંદર અને ભાવનાત્મક ગણાવ્યું હતું, જેણે દર્શરોના દિલ જીતી લીધા છે.
(7:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
