<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th November 2026

ગોવિંદાના અફેરની અવાવાઓ વચ્ચે પત્ની સુનીતા આહુજાનું મોટું નિવેદન, કહ્યું 40 વર્ષના મજબૂત લગ્નજીવનને કોઈ તોડી શકે નહીં

સુનીતા આહુજાએ ગોવિંદા સાથેના ચાર દશકા જૂના સંબંધો અને બાળપણના પ્રેમ વિશે ખુલીને વાત કરતા જણાવ્યું કે તેમને દુનિયાની કોઈ તાકાત જુદી કરી શકે તેમ નથી.

મુંબઈ : અભિનેતા ગોવિંદા અને તેમની પત્ની સુનીતા આહુજાના સંબંધોને લઈને હાલમાં ચારેકોર ચર્ચાઓ ચાલી રહી છે. આ તમામ અટકળો વચ્ચે સુનીતા આહુજાએ પોતાના લગ્નજીવન અને સંબંધો પર ખુલીને વાત કરી છે. તેમણે જણાવ્યું કે તેઓ માત્ર પંદર વર્ષની વયે ગોવિંદાના પ્રેમમાં પડ્યા હતા અને હંમેશા પોતાના પતિની પડખે ઊભા રહ્યા છે. સુનીતાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેમના ચાલીસ વર્ષના સંબંધો એટલા મજબૂત છે કે કોઈ તેમને અલગ કરી શકે નહીં.

ગોવિંદા દ્વારા તેમના બોલકા સ્વભાવની ફરિયાદો પર પ્રતિક્રિયા આપતા સુનીતાએ હસતા હસતા જણાવ્યું કે તેઓ ગોવિંદા સામે કોઈ બનાવટી કે સોફિસ્ટિકેટેડ બનીને રહેવા માંગતા નથી. તેઓ જેવા છે તેવા જ રહેવાનું પસંદ કરે છે અને જીવનને હસી-ખુશીથી જીવવામાં માને છે. સુનીતાએ સ્પષ્ટ કર્યું કે સમય ગમે તેવો હોય અને અફવાઓ ગમે તેટલી ઉડે, પરંતુ તેમના અને ગોવિંદા વચ્ચેના ગાઢ સંબંધોને કોઈ પ્રભાવિત કરી શકે તેમ નથી.

તાજેતરમાં ગોવિંદાનું નામ તેમની સહ-કલાકાર કોમલ રાણી સ્વર્ણકાર સાથે જોડવામાં આવી રહ્યું છે, જેના કારણે બંનેના સંબંધોમાં તણાવ હોવાની ચર્ચાઓ જોર પકડી રહી છે. આ મામલે વાત કરતા સુનીતાએ જણાવ્યું કે આ સમય સમયની વાત છે અને કોઈ ગમે તેટલું પ્રયત્ન કરે પરંતુ આ દુનિયામાં તેમને અને ગોવિંદાને કોઈ જુદું કરી શકે તેમ નથી. તેમણે પોતાના કર્મો પર ભરોસો રાખતા કહ્યું કે તેમણે ક્યારેય કોઈનું ખરાબ ઈચ્છ્યું નથી અને ઘરની સ્ત્રીના આંસુ ક્યારેય એળે જતા નથી હોતા.

સુનીતાએ ભગવાન પર અતૂટ આસ્થા વ્યક્ત કરતા કહ્યું કે તેમને પૂરો વિશ્વાસ છે કે સમયની સાથે બધું જ બરાબર થઈ જશે. ઉલ્લેખનીય છે કે ગોવિંદા અને કોમલ રાણીના અફેરની અફવાઓ ત્યારે શરૂ થઈ જ્યારે બંને મુંબઈ એરપોર્ટ પર સાથે નજરે પડ્યા હતા. જો કે, ગોવિંદા આ તમામ દાવાઓને ફગાવી ચૂક્યા છે અને સ્પષ્ટ કરી ચૂક્યા છે કે કોમલ સાથે તેમનો સંબંધ માત્ર વ્યાવસાયિક છે.

(5:03 PM IST)