<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

₹1,000 કરોડના બ્લોકબસ્ટર બજેટમાં બનશે અલ્લુ અર્જુન-એટલીની ‘રાકા’: બે ભાગમાં રિલીઝ થશે ભારતીય સિનેમાની સૌથી મોંઘી ફિલ્મ, શાહરૂખ ખાનનો પણ સ્પેશિયલ કેમિયો!

પૌરાણિક વૈદિક યુગથી લઈને આધુનિક સમય સુધી વિસ્તરેલી હશે કહાની: દીપિકા, મૃણાલ, જાનહવી અને રશ્મિકા સહિત દિગ્ગજ સ્ટારકાસ્ટ મચાવશે ધમાલ

મુંબઈ : સાઉથ સિનેમાના આઇકોનિક સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને બ્લોકબસ્ટર ડિરેક્ટર એટલીની આગામી મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રાકા’ (Raaka) ને લઈને મનોરંજન જગતમાં ધમાકો થયો છે. અગાઉ માત્ર એક મોટો એક્શન ડ્રામા માનવામાં આવતી આ ફિલ્મ હવે ભારતીય સિનેમાના ઇતિહાસના સૌથી મોટા અને ભવ્ય પ્રોજેક્ટમાં ફેરવાઈ ગઈ છે. તાજેતરના અહેવાલો મુજબ, મેકર્સ આ ફિલ્મને ₹1,000 કરોડના અધધ બજેટ સાથે બે ભાગની મોટો ફ્રેન્ચાઇઝી તરીકે બનાવી રહ્યા છે.
ફિલ્મની વાર્તા બે સાવ અલગ વિશ્વ અને સમયરેખા (ટાઇમલાઇન) માં વહેંચાયેલી હશે. એક ભાગ પ્રાચીન આદિવાસી, પૌરાણિક અને વૈદિક યુગ પર આધારિત હશે, જ્યારે બીજો ભાગ આજના આધુનિક યુગની આસપાસ ફરશે. આ બંને યુગની કહાની માટે ગ્લેમરસ સ્ટારકાસ્ટ પસંદ કરવામાં આવી છે; જેમાં આધુનિક ભાગમાં મૃણાલ ઠાકુર જોવા મળશે, જ્યારે પૌરાણિક ભાગમાં દીપિકા પાદુકોણ, જાનહવી કપૂર અને રશ્મિકા મંદાના સ્ક્રીન શેર કરતી નજરે પડશે.
આ મહાકાય પ્રોજેક્ટનો સૌથી મોટો સરપ્રાઇઝ ફેક્ટર બોલીવુડના ‘કિંગ’ શાહરૂખ ખાનનો પાવરફુલ કેમિયો રહેશે. વિદેશની ધરતી પર શાહરૂખ ખાનનો આ ખાસ સીન શૂટ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. ‘બાહુબલી’ અને ‘પુષ્પા 2’ ના રેકોર્ડ તોડવાના ઈરાદા સાથે બની રહેલી આ બે પાર્ટની ફિલ્મ અંગે મેકર્સ તરફથી ઓફિશિયલ એનાઉન્સમેન્ટની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

(7:52 PM IST)