News of Friday, 18th September 2026
રશ્મિકા મંદન્ના પછી દક્ષિણ ભારતીય સિનેમામાં મમિતા બૈજુનો મહાધમાકો: એક જ વર્ષમાં ૪ ફિલ્મોથી ₹૯૦૦ કરોડથી વધુ કમાણી કરી બનાવ્યો નવો ઈતિહાસ!
કોવિડ બાદ કુલ ₹૧૧૪૭ કરોડથી વધુનું ગ્લોબલ કલેક્શન કરનાર મમિતા બૈજુ બની દક્ષિણની નવી બોક્સ ઓફિસ ક્વીન: ૨૦૨૬માં બેક-ટુ-બેક ₹૨૦૦ કરોડ પ્લસ હિટ ફિલ્મો આપવાનો રેકોર્ડ

ચેન્નઈ : દક્ષિણ ભારતીય સિનેમામાં અત્યાર સુધી રશ્મિકા મંદન્ના બોક્સ ઓફિસ પર હિટ ફિલ્મો અને કમાણીના નવા રેકોર્ડ બનાવવા માટે જાણીતી હતી. પરંતુ હવે સાઉથ ઈન્ડસ્ટ્રીને એક નવી બોક્સ ઓફિસ ક્વીન મળી ગઈ છે. મલયાલમ ફિલ્મ ‘પ્રેમાલુ’થી ઘરે-ઘરે જાણીતી બનેલી અભિનેત્રી મમિતા બૈજુએ વર્ષ ૨૦૨૬માં કમાણીના તમામ રેકોર્ડ તોડીને એક અભૂતપૂર્વ ઈતિહાસ રચી દીધો છે. માત્ર એક જ વર્ષની અંદર તેની ફિલ્મોએ વૈશ્વિક સ્તરે ૯૦૦ કરોડ રૂપિયાથી વધુનો ધૂમ વ્યવસાય કર્યો છે.
ચાલુ વર્ષે મમિતા બૈજુની ત્રણ સુપરહિત ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સનસનાટી મચાવી દીધી છે. જેમાં ‘જાના નાયકન’ (₹૩૨૪.૫૩ કરોડ), ‘વિશ્વનાથ એન્ડ સન્સ’ (₹૨૦૯.૩૪ કરોડ) અને ‘બેથલેહેમ કુડુમ્બા યુનિટ’ (₹૩૧૩.૯૨ કરોડ) નો સમાવેશ થાય છે. આ ત્રણ હિટ ફિલ્મોનું કુલ વૈશ્વિક કલેક્શન જ ₹૮૪૭.૭૯ કરોડ થઈ જાય છે. આ ઉપરાંત ધનુષ સાથેની તેની ફિલ્મ ‘કારા’ (₹૫૩.૭૮ કરોડ) નો પણ સમાવેશ કરીએ, તો મમિતાની ચારેય ફિલ્મોએ મળીને ૨૦૨૬ ના એક જ વર્ષમાં કૂલ ₹૯૦૧.૫૭ કરોડની અધધ કમાણી કરી છે.
કોવિડ પછી ₹૧૦૦૦ કરોડ ક્લબમાં એન્ટ્રી લેનાર નવી સુપરસ્ટાર
મમિતા બૈજુએ એક જ વર્ષમાં ₹૨૦૦ કરોડથી વધુ કમાણી કરનારી સતત ત્રણ ફિલ્મો આપવાનો અનોખો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. કોવિડ-૧૯ મહામારી પછીના સમયગાળાની વાત કરીએ તો, મમિતાની ૬ મુખ્ય ફિલ્મો - જાના નાયગન, વિશ્વનાથ એન્ડ સન્સ, બેથલેહેમ કુડુમ્બા યુનિટ, પ્રેમાલુ, ડ્યૂડ અને કારા - એ મળીને વર્લ્ડવાઈડ ₹૧૧૪૭.૩૭ કરોડનો આંકડો પાર કરી લીધો છે.
૨૦૧૬માં બાળકલાકાર તરીકે ‘પાવડા’ ફિલ્મથી પોતાની સફર શરૂ કરનાર મમિતાએ ૨૦૧૭માં ‘સર્વોપરી પલક્કરણ’થી મુખ્ય હિરોઈન તરીકે ડેબ્યૂ કર્યું હતું. જોકે, ‘પ્રેમાલુ’ ફિલ્મની બ્લોકબસ્ટર સફળતા બાદ તેની કારકિર્દીને રોકેટ ગતિ મળી છે અને આજે તે દક્ષિણ ભારતની સૌથી સફળ અને ડિમાન્ડિંગ અભિનેત્રીઓમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે.
(8:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
