તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd April 2026
‘રામાયણ' અને ‘લવ એન્ડ વોર' પછી રણબીર ‘બ્રહ્માસ્ત્ર ૨' કરશે કે ‘ધૂમ ૪'?
રણબીર કપૂરના એનિલ પછી રામ અવતાર, પછી હવે ક્યો અવતાર લેશે તેના પર નજર

મુંબઇ તા.૨૩: રણબીર કપૂર હાલમાં પોતાની કારકિર્દીના સૌથી મહત્વના તબક્કામાં છે અને આગળનું પગલું ખૂબ જ વિચારપૂર્વક લેવાની તૈયારીમાં છે. હાલમાં તે ‘રામાયણ' અને ‘લવ એન્ડ વોર' પર કામ કરી રહ્યો છે અને અપેક્ષા છે કે બંને પ્રોજેક્ટ્સ ઓક્ટોબર ૨૦૨૬ સુધી પૂરા થઈ જશે.
સુત્રો દ્વારા મળતી મુજબ, રણબીર કપૂરે આગળ કયો પ્રોજેક્ટ કરવો તે અંગે વિચારવાનું શરૂ કરી દીધું છે, ખાસ કરીને એનિમલ પાર્ક પહેલા એક મોટી ફિલ્મ પસંદ કરવાનું તેનું પ્લાનિગ છે. એનિમલ પાર્કનું શૂટિગ ૨૦૨૭ના અંત સુધીમાં શરૂ થવાનું છે.
હાલમાં બે મોટા પ્રોજેક્ટ્સ રણબીર માટે મુખ્ય વિકલ્પ તરીકે સામે આવ્યા છેબ્રહ્માષા ૨ અને ધૂમ ૪. બ્રહ્માષા ૨નું ડિરેક્શન અયાન મુખર્જી કરશે, જ્યારે ધૂમ ૪ યશ રાજ ફિલ્મ્સ દ્વારા બનાવવામાં આવશે.
સુત્રએ જણાવ્યું કે, રણબીર બંને ફિલ્મોના આઇડિયા સાંભળી ચૂક્યો છે અને બંનેના વર્લ્ડ-બિલ્ડિંગથી પ્રભાવિત છે. પરંતુ અંતિમ નિર્ણય લેવા માટે તે સંપૂર્ણ સ્ક્રિપ્ટ (બાઉન્ડ સ્ક્રિપ્ટ)ની રાહ જોઈ રહ્યો છે.
ધૂમ ૪ હજુ શરૂઆતના તબક્કામાં છે અને તેના માટે કોઈ ડિરેક્ટર નક્કી થયો નથી. બીજી તરફ, બ્રહ્માષા ૨ને કાસ્ટિંગની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પહેલા અપેક્ષા હતી કે દીપિકા પાદુકોણ અમૃતા તરીકે રણબીરના દેવ સામે જોવા મળશે, પરંતુ તેની બીજી પ્રેગ્નન્સીને કારણે હવે કાસ્ટિંગમાં ફેરફાર થઈ શકે છે.
હાલની સ્થિતિ મુજબ બ્રહ્માષ ૨ રણબીરના આગામી પ્રોજેક્ટ તરીકે થોડી આગળ છે, પરંતુ બોલિવૂડમાં પરિસ્થિતિ ઝડપથી બદલાય છે અને ફિલ્મ શરૂ થવા માટે ઘણા પરિબળો સાથે આવવા જરૂરી છે.
રણબીર કપૂર જૂન ૨૦૨૬ સુધીમાં અંતિમ ડ્રાફટ સાંભળ્યા પછી વધુ સ્પષ્ટ નિર્ણય લે તેવી અપેક્ષા છે. આ દરમિયાન તે અન્ય સ્ક્રિપ્ટ્સ પણ વાંચી રહ્યો છે અને અલગ-અલગ ફિલ્મમેકર્સ સાથે મુલાકાત કરી રહ્યો છે.
સાથે જ, સંદીપ રેડ્ડી વાંગા એનિમલ પાર્કને ૨૦૨૭ના અંત સુધી શરૂ કરવાની તૈયારીમાં છે અને આ અંગે રણબીર સાથે ઘણી વાર ચર્ચા થઈ ચૂકી છે. હવે જોવાનું રહ્યું કે રણબીર કપૂર આગળ કઈ ફિલ્મ પસંદ કરે છે અને તેના ફેન્સ માટે શું નવું લઈને આવે છે.
(2:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
