તા. ૧૦ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૧ શુક્રવાર
News of Monday, 26th October 2026
રિલીઝ પહેલાં ‘રામાયણ'નું એડવાન્સ બુકિંગ ૧૦ કરોડને પાર...
ફિલ્મ પાંચમી નવેમ્બરના રિલીઝ થઈ રહી છે, ફિલ્મના હિન્દી વર્ઝનને લઈને સૌથી વધારે બુકિંગ : ફિલ્મે અત્યાર સુધીમાં ૧ લાખ ૯૬ હજાર ટિકિટ પર બુકિંગ કરી લીધું

મુંબઈ,તા.૨૬: રણબીર કપુરની ફિલ્મ 'રામાયણ' રિલીઝ થવાને ૧૦ દિવસનો સમય બાકી રહ્યો છે. આ રૂ.૪ કરોડની ફિલ્મે એડવાન્સ બુકિગના માધ્યમથી કરોડો રૂપિયા કમાઈ લીધાનો રિપોર્ટ મળ્યો છે. આ ફિલ્મ પાંચમી નવેમ્બરના રિલીઝ થઈ રહી છે, પણ લોકો અત્યારથી જ ફિલ્મનું એડવાન્સ બુકિગ કરી રહ્યા છે. રિલીઝ થયા બાદ અનેક એવા થિયેટર્સમાં સીટ ખાલી નહીં બચે એવી મેકર્સ ધારણા કરી રહ્યા છે. આ વર્ષની સૌથી મોટી અને મોટા બજેટની ફિલ્મમાં 'રામાયણ' પહેલા ક્રમે આવે છે.
એક રિપોર્ટ અનુસાર નિતેશ તિવારીના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મે અત્યાર સુધીમાં ૧ લાખ ૯૬ હજાર ટિકિટ પર બુકિગ કરી લીધું છે. ફિલ્મના હિન્દી વર્ઝનને લઈને સૌથી વધારે બુકિગ જોવા મળી રહ્યું છે. બીજા ક્રમે કન્નડ અને તેલુગુ ભાષાનો ક્રમ આવે છે. આ ત્રણેય ભાષામાં બુકિગ સારા મળી રહ્યા છે. હાલમાં મેકર્સનો ફોક્સ માત્ર ભારતમાંથી જ કમાણી કરવાનો નથી, વર્લ્ડવાઈડ લેવલ પર સારી એવી કમાણી કરવાનો રહ્યો છે. અંગ્રેજી વર્ઝનમાં ફિલ્મ કેટલી કમાણી કરાવી જાય છે હાલમાં એના પર સૌથી વધારે ચર્ચા થઈ રહી છે. અલગ અલગ ડિસ્ટ્રિબ્યુટર્સ પાસેથી રિલીઝ થયા બાદ અસલી ચિત્ર જાણવા મળશે.
કમાણીની વાત કરવામાં આવે તો એડવાન્સ ક્લેક્શન પેટે ફિલ્મે રવિવાર સુધીમાં ?૧૦ કરોડ ૯૦ લાખનું ગ્રોસ ક્લેક્શન કર્યું છે. બ્લોક સિટની ગણતરી દૂર કરીએ તો સંખ્યા ૮ કરોડ ૭૦ લાખ પર આવીને અટકે છે. આ ફિલ્મને લઈને દેશા ૧૪૯ શહેરમાંથી ૪ મોટા થિયેટર્સ સંપૂર્ણ રીતે પેક થઈ ચૂક્યા છે. કુલ મળીને ૪૫૪૬ શો બુક થયાના રિપોર્ટ છે. પ્રતિસાદ સારો મળશે તો શોની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો કરવામાં આવશે એવું મેકર્સનું કહેવું છે. થોડા દિવસો પહેલા જ્યારે બુકિગ શરૂ થયા હતા એ સમયથી લઈને રવિવાર સુધીના સમયગાળામાં ૧૧ ટકાનો મોટો વધારો જોવા મળી રહ્યો છે.
હિન્દી વર્ઝનમાંથી ફિલ્મને સૌથી વધુ કમાણી થઈ છે જે એડવાન્સ બુકિગની છે. યશની ફિલ્મમાં પ્રેઝન્સ સાઉથને ક્રેક્ટ કરે છે જ્યારે રણબીરની પ્રેઝન્સ બોલિવૂડ હિન્દી સિનેમાના દર્શકોને ક્રેક્ટ કરે છે. ફિલ્મના ટ્રેલર પરથી કહી શકાય કે, ફિલ્મમાં યશનો દબદબો રહેવાનો છે.
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
