<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

એક્શન સુપરસ્ટાર ટાઇગર શ્રોફ ફરી એકવાર ચર્ચામાં : સોશિયલ મીડિયા પર એક રહસ્યમય ટીઝર શેર કર્યો

ટાઇગર શ્રોફે “For the KING! #michael” કેપ્શન આપ્યું : પોસ્ટ સામે આવતાની સાથે જ ઇન્ટરનેટ પર ભારે ચર્ચા શરૂ થઈ ગઈ

મુંબઈ :એક્શન સુપરસ્ટાર ટાઇગર શ્રોફ ફરી એકવાર ચર્ચામાં છે. તાજેતરમાં તેણે સોશિયલ મીડિયા પર એક રહસ્યમય ટીઝર શેર કર્યો છે, જેને “For the KING! #michael” કેપ્શન આપ્યું છે. આ પોસ્ટ સામે આવતાની સાથે જ ઇન્ટરનેટ પર ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. ચાહકો આ દ્રશ્યને પૉપ લેજેન્ડ માઈકલ જેક્સન સાથે જોડી રહ્યા છે. 

ટીઝરમાં દેખાતા વિઝુઅલ્સ અને ટાઈગરનો સ્ટેજ પ્રેઝન્સ ફેન્સને માઈકલ જેક્સનની યાદ અપાવે છે. આ જ કારણ છે કે સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે કે શું આ ફક્ત ટ્રિબ્યુટ છે કે કોઈ મોટો પ્રોજેક્ટ છે? ઘણા ચાહકો માને છે કે ટાઇગર કંઈક અનોખું અને આંતરરાષ્ટ્રીય મંચ પર લાવવા જઈ રહ્યો છે. 

ટાઈગર શ્રોફને લાંબા સમયથી એવા ભારતીય કલાકાર તરીકે જોવામાં આવે છે, જેણે એક્ટિંગ, ડાન્સ અને મ્યુઝિક વચ્ચેની સીમાઓ તોડી છે. આ નવું ટીઝર એ ખ્યાલને વધુ મજબૂત બનાવે છે. દરેક ફ્રેમમાં જોવા મળતી શૈલી અને મૂડ MJ ના ચાહકોમાં ઉત્સુકતા વધારી રહ્યો છે.

આ પોસ્ટનો સમય પણ ખાસ માનવામાં આવે છે, કારણ કે હાલમાં માઈકલ જેક્સન બાયોપિક વિશે વૈશ્વિક ચર્ચા ચાલી રહી છે. આવી સ્થિતિમાં, ટાઈગરની પોસ્ટ આ મોટા પૉપ-કલ્ચર ક્ષણ સાથે જોડાયેલી હોય તેવું લાગે છે.

(12:18 AM IST)