News of Saturday, 2nd May 2026
કિશોર કુમારનું એક એવું ગીત જે 58 વર્ષથી રિલીઝ થવાની જોઈ રહ્યું છે રાહ: ‘મેરે સામને વાલી ખિડકી મેં’નું સેડ વર્ઝન સાંભળીને તમારી આંખો પણ ભીની થઈ જશે:જુઓ વિડીયો
ફિલ્મ ‘પડોસન’નું આ અપ્રકાશિત ગીત ઈન્ટરનેટ પર થયું વાયરલ; કિશોર દાની દર્દભરી અવાજે ચાહકોના દિલ જીતી લીધા, જાણો કેમ ક્યારેય રિલીઝ ન થયું આ ગીત

નવી દિલ્હી, તા.30: હિન્દી સિનેમાના દિગ્ગજ ગાયક કિશોર કુમાર ભલે આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની અવાજ આજે પણ કરોડો લોકોના દિલમાં જીવંત છે. કિશોર દાના અવાજમાં એક જાદુ હતો જે ખુશીમાં ઝૂમવા મજબૂર કરી દેતો અને ગમમાં આંખો ભીની કરી દેતો. હાલમાં સોશિયલ મીડિયા પર તેમના એક એવા ગીતની ચર્ચા થઈ રહી છે, જે આશરે 58 વર્ષ પહેલા રેકોર્ડ તો થયું હતું, પરંતુ ક્યારેય ફિલ્મના પડદા પર કે સત્તાવાર રીતે રિલીઝ થઈ શક્યું નહીં.
‘મેરે સામને વાલી ખિડકી મેં’નું અજાણ્યું પાસું
વર્ષ 1968માં આવેલી સુનીલ દત્ત અને સાયરા બાનુની કલ્ટ ક્લાસિક ફિલ્મ 'પડોસન'નું ગીત "મેરે સામને વાલી ખિડકી મેં..." આજે પણ દરેક પાર્ટી કે મહેફિલની શાન હોય છે. આપણે બધાએ આ ગીતનું ખુશમિજાજ વર્ઝન સાંભળ્યું છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે કિશોર કુમારે આ જ ગીતનું એક 'સેડ વર્ઝન' (Sad Version) પણ ગાયું હતું. આ ગીત ફિલ્મમેકર્સ દ્વારા કોઈ કારણોસર કાપી નાખવામાં આવ્યું હતું અને તે 58 વર્ષથી રિલીઝ થવાની રાહ જોઈ રહ્યું હતું.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ કોપી
તાજેતરમાં 'ક્રેઝી ફોર કિશોર કુમાર' નામના ફેસબુક પેજ પર આ અનરિલીઝ્ડ ગીતની એક કોપી શેર કરવામાં આવી છે. આ સેડ વર્ઝન સાંભળતા જ કિશોર દાના ચાહકો ભાવુક થઈ ગયા છે. ગીતની સાદગી અને કિશોર કુમારની અવાજમાં રહેલું દર્દ એટલું પ્રભાવશાળી છે કે સાંભળનારની આંખોમાં આંસુ આવી જાય છે. ચાહકો પ્રશ્ન કરી રહ્યા છે કે આટલું સુંદર ગીત આટલા વર્ષો સુધી દુનિયાથી કેમ છુપાવી રાખવામાં આવ્યું?
પડોસનમાં કિશોર દાનો જાદુ
ફિલ્મ 'પડોસન'માં કિશોર કુમારે માત્ર ગીતો જ નહોતા ગાયા, પરંતુ 'વિદ્યાપતિ ગુરુજી'ના પાત્રમાં અભિનય કરીને પણ ધૂમ મચાવી હતી. મહેમૂદ અને સુનીલ દત્ત સાથેની તેમની જુગલબંધી આજે પણ લોકોને હસાવે છે. કિશોર કુમારના નિધનને લગભગ 39 વર્ષ વીતી ગયા હોવા છતાં, આવા અપ્રકાશિત ગીતો સામે આવતા રહે છે, જે સાબિત કરે છે કે તેઓ સાચા અર્થમાં સંગીત દુનિયાના 'બેતાજ બાદશાહ' હતા.
(5:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
