તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th September 2026
મોશન પિક્ચર્સની દુનિયામાં ધમાકો: સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની ફિલ્મ 'વ્વાન'નું રોમાંચક ટ્રેલર આઉટ, જંગલનું રહસ્ય અને અલૌકિક શક્તિઓ મુવી ગોઅર્સને મંત્રમુગ્ધ કરશે!
પંચાયત ફેમ દીપક મિશ્રાના ડાયરેક્શન અને TVF-બાલાજીના સંગમ સાથે લોકકથા-એક્શનનું ભવ્ય યુનિવર્સ: ૨૫ સપ્ટેમ્બરે થિયેટરોમાં રિલીઝ થવા માટે સજ્જ

મુંબઈ, તા.૧૬: બોલિવૂડમાં કન્ટેન્ટ આધારિત સિનેમા અને ભારતીય લોકકથાઓનો અનોખો જાદુ ચાલી રહ્યો છે, ત્યારે વધુ એક મોટી ફિલ્મ સિનેમાઘરોમાં ધમાકો કરવા આવી રહી છે. બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને મનમોહક અભિનેત્રી તમન્ના ભાટિયાની આગામી મોસ્ટ અવેટેડ ફિલ્મ 'વ્વાન' (Vvaan - Force of the Forest) નું ધમાકેદાર ટ્રેલર બુધવારે મુંબઈમાં યોજાયેલા એક ભવ્ય કાર્યક્રમમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. 'પંચાયત' ફેમ દિગ્દર્શક દીપક મિશ્રા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં ભારતીય લોકકથા, કાલ્પનિકતા (Fantasy), સાહસ, રોમાંસ અને અલૌકિક (Supernatural) તત્વોનો એક અદ્ભુત સમન્વય જોવા મળે છે.
આ ટ્રેલર પ્રેક્ષકોને એક એવા રહસ્યમય અને ભયાનક જંગલમાં લઈ જાય છે જ્યાં પ્રાચીન માન્યતાઓ અને અજાણ્યા અલૌકિક શક્તિઓ વાર્તાને નવો મોડ આપે છે. 'વ્વાન' માત્ર એક હોરર ફિલ્મ નથી પણ તેમાં રોમાંચક એક્શન, રોમાંસ અને હાસ્યના તત્વો સાથે લોકકથા પર આધારિત એક કાલ્પનિક દુનિયાનું અન્વેષણ કરવામાં આવ્યું છે.
સિદ્ધાર્થ અને તમન્નાની પ્રથમ ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રી
ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની ફ્રેશ અને પહેલી ઓન-સ્ક્રીન જોડી જોવા મળી રહી છે. ટ્રેલરમાં બંનેના પાત્રોની ઝલક દર્શાવવામાં આવી છે, જેઓ જંગલના કઠોર નિયમો અને સદીઓ જૂની માન્યતાઓ વચ્ચે અટવાઈ જાય છે. રહસ્યમય જંગલ, અલૌકિક ઘટનાઓ અને શ્વાસ અધ્ધર કરી દેતા એક્શન સીન્સ વચ્ચે બંનેની કેમિસ્ટ્રી એક મજબૂત ભાવનાત્મક કડી તરીકે ઉભરી આવે છે.
માર્વેલ અને ડીસી જેવું ભારતનું નવું 'સિનેમેટિક યુનિવર્સ'
નિર્માતાઓ આ ભારતીય લોકકથાની મુખ્ય દંતકથાની આસપાસ એક વિશાળ 'યંગ અને સ્પુકી યુનિવર્સ' રચવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ફ્રેન્ચાઈઝીના ભાગરૂપે 'ધ લિજેન્ડ ઓફ વ્વાન' (The Legend of Vvaan) નામની કિલર કોમિક બુક પણ લોન્ચ થઈ ચૂકી છે. આ પ્રોજેક્ટ દ્વારા TVF ના અરુણાભ કુમાર, ડાયરેક્ટર દીપક મિશ્રા અને ક્વીન ઓફ એન્ટરટેઈનમેન્ટ એકતા આર. કપૂર પ્રથમવાર એક સાથે આવ્યા છે.
અરુણાભ કુમારે ફિલ્મની વાર્તા લખી છે, જ્યારે દીપક મિશ્રાનું શાનદાર ડાયરેક્શન છે. બાલાજી મોશન પિક્ચર્સ, TVF અને 11.11 પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ આગામી ૨૫ સપ્ટેમ્બરે મોટા પડદે રિલીઝ થશે.
(4:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
