તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd August 2026
‘પ્રેમ કિટાણુ' ફિલ્મનું પહેલું ગીત ‘અંડી બંડી' થઇ ગયું રીલીઝ

મુંબઇ તા. ૨૨: પ્રેમ કિટાણુ ફિલ્મનું પહેલુ ગીત અંડી-બંડી રિલીઝ થઇ ગયું છે. ગીત માટે ફિલ્મના નિર્માતાઓએ ઝી મ્યુઝિક કંપની સાથે ભાગીદારી કરી છે. ગીતમાં વીર પહાડિયા શાનદાર ડાન્સ કરતા જોવા મળે છે. ‘અંડી બંડી' એક મસ્તીભર્યું અને જોશીલું ગીત છે, જે સાંભળતા જ ડાન્સ કરવાનું મન થાય છે. તેની સરળ અને દિલને સ્પર્શી જાય તેવી ધૂન કોલેજ લાઇફ, મિત્રો, -ેમ અને યુવાનીની યાદ અપાવે છે. ‘અંડી બંડી' ફિલ્મના સાત ગીતોના આલ્બમની પહેલી ઝલક છે. આ આલ્બમમાં સચેત ટંડન, પરંપરા ટંડન, બી પ્રાક, અરમાન મલિક, પાપોન, જુબિન નૌટિયાલ સહિત ઘણા જાણીતા ગાયકોનો અવાજ સાંભળવા મળશે.
અપૂર્વ સિંહ કાર્કીના નિર્દેશનમાં બનેલી ‘પ્રમ કીટાણુ'માં વીર પહાડિયા, આફિયા સૈયદ, અપારશક્તિ ખુરાના, રાકેશ બેદી અને નિખિલ વિજય મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ મિત્રતા, પહેલો પ્રેમ અને દિલ તૂટવાની કહાની છે. ગૌરવ વર્માની અવનિકા ફિલ્મ્સની આ પહેલી ફિલ્મ છે. ‘પ્રમ કીટાણુ' ૨ ઓક્ટોબરના રોજ દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. ગીતની લિંક- https://youtu.be/CocVbb1GEpk
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
