તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th August 2026
બોલિવૂડ એક્ટ્રેસ શરવરી વાઘનો નવો દેશી અંદાજ વાયરલ: રવિ કિશનના પોપ્યુલર મીમ 'મની ફોલોઝ માય બ્રધર'ને આપ્યો પોતાનો ક્યૂટ ટ્વિસ્ટ!
'હેપીનેસ ફોલોઝ...': બોલિવૂડની યુવા સુપરસ્ટારે સોશિયલ મીડિયા પર શેર કરી અનોખી રીલ, ચાહકોએ લાઈક્સ અને કમેન્ટ્સનો વરસાદ કર્યો

મુંબઈ: તા.14: બોલિવૂડની ગ્લેમરસ અને પ્રતિભાશાળી અભિનેત્રી શરવરી વાઘ પોતાના અનોખા અંદાજ અને ઉત્સાહથી ચાહકોના દિલ જીતવામાં હંમેશા આગળ રહે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર શરવરીએ ભોજપુરી સુપરસ્ટાર અને ભાજપના સાંસદ રવિ કિશનના વાયરલ થયેલા પોપ્યુલર મીમ "Money Follows My Brother" ને એક અનોખો અને રમૂજી ટ્વિસ્ટ આપ્યો છે, જે ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
રવિ કિશનનો ઇન્ટરવ્યુ ડાયલોગ "Money Follows My Brother, Bro" સોશિયલ મીડિયા અને ઈન્સ્ટાગ્રામ રીલ્સ પર એક ગ્લોબલ ટ્રેન્ડ બની ચૂક્યો છે. શરવરીએ આ પ્રખ્યાત ડાયલોગને પોતાના શૈલીમાં રજૂ કરતા કેપ્શન આપ્યું હતું: "Happiness Follows...". આ ક્યૂટ ટ્વિસ્ટમાં તેની કાતિલ સ્માઈલ અને મોજ મસ્તીથી ભરેલી અદાઓ ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. ટૂંક સમયમાં જ આ પોસ્ટ પર લાખો વ્યુઝ અને હજારો લાઇક્સ આવી ગઈ છે.
શરવરી વાઘની આ રીલ બાદ ચાહકો અને બોલિવૂડના અન્ય સેલેબ્સ પણ તેની કમેન્ટ સેક્શનમાં તેના ટાઇમિંગ અને પર્સનાલિટીના વખાણ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે શરવરીએ રવિ કિશનના ગંભીર ટ્રેન્ડિંગ મીમને જે રીતે ફની અને પોઝિટિવ ટ્વિસ્ટ આપ્યો છે, તે તેના ક્યુટ અને ઉત્સાહી સ્વભાવને યોગ્ય રીતે દર્શાવે છે.
ઉલ્લેખનીય છે કે, 'મુંજ્યા' અને 'મહારાજા' જેવી ફિલ્મોમાં પોતાની શાનદાર એક્ટિંગથી બોક્સ ઓફિસ પર ધમાકો કર્યા બાદ શરવરી હવે યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સનો પણ એક મહત્વનો ભાગ બની ચૂકી છે. સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે કનેક્ટેડ રહેતી આ યુવા અભિનેત્રી ફરી એકવાર આ ક્યૂટ મીમ ટ્વિસ્ટને કારણે ટ્રેન્ડિંગ લિસ્ટમાં મોખરે આવી ગઈ છે.
(4:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
