તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Wednesday, 12th August 2026
ઝી સ્ટુડિયોઝ સિદ્ધાર્થ રાંદેરિયાની ‘ટોમ એન્ડ ચેરી' સાથે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરશે

મુંબઈ,તા.૧૨: ઝી સ્ટુડિયોઝે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની સત્તાવાર એન્ટ્રીની જાહેરાત કરી છે. આ નવી સફરની શરૂઆત સિદ્ધાર્થ રાંદેરિયા અભિનીત ફેમિલી એન્ટરટેનર ‘ટોમ એન્ડ ચેરી' સાથે થશે. ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે, જેને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
ફિલ્મ અંગે પોતાની ખુશી વ્યક્ત કરતા સિદ્ધાર્થ રાંદેરિયાએ જણાવ્યું. ‘‘ટોમ એન્ડ ચેરી એવી ફિલ્મ છે, જેમાં હાસ્ય, પ્રેમ, સંબંધો અને સાથે હોવાનો આનંદ છે. ખાસ ખુશીની વાત એ છે કે ઝી સ્ટુડિયોઝે પોતાની પ્રથમ ગુજરાતી ફિલ્મ તરીકે ‘ટોમ એન્ડ ચેરી'ની પસંદગી કરી છે. પ્રાદેશિક વાર્તાઓ પ્રત્યેનો તેમનો વિશ્વાસ ગુજરાતી સિનેમાને વધુ મોટું મંચ આપશે.'' ધર્મેશ મહેતા દ્વારા નિર્દેશિત ‘ટોમ એન્ડ ચેરી' ૨૮ ઑગસ્ટ, ૨૦૨૬ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.
(10:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
