<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

સલમાન ખાન અને નયનતારાની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'SVC63' માં જેકી શ્રોફની ધમાકેદાર એન્ટ્રી: મુંબઈમાં શૂટિંગ શરૂ

નકારાત્મક નહીં પરંતુ સીટીઓ અને તાલીઓથી વધાવાય તેવા ડાયનેમિક રોલમાં જોવા મળશે જેકી શ્રોફ: ઓગસ્ટના અંત સુધીમાં ભારતીય શેડ્યૂલ પૂર્ણ કરીને ટીમ યુરોપ જશે

મુંબઈ : દક્ષિણના જાણીતા દિગ્દર્શક વંશી પૈડીપલ્લીની આગામી મોસ્ટ અવેટેડ ફિલ્મ 'SVC63' ને લઈને સિનેપ્રેમીઓમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન અને લેડી સુપરસ્ટાર નયનથારાની મુખ્ય ભૂમિકા ધરાવતી આ ફિલ્મમાં હવે પીઢ અભિનેતા જેકી શ્રોફની પણ સરપ્રાઈઝ એન્ટ્રી થઈ ગઈ છે. અહેવાલો મુજબ, જેકી શ્રોફે શુક્રવારે મુંબઈ ખાતે સલમાન ખાન સાથે પોતાના હિસ્સાનું શૂટિંગ શરૂ કરી દીધું છે.

 

ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, જેકી શ્રોફ આ ફિલ્મમાં કોઈ વિલનની ભૂમિકામાં નથી, પરંતુ તેમનું પાત્ર અત્યંત શક્તિશાળી અને આકર્ષક છે જે થિયેટરમાં દર્શકો પાસેથી સીટીઓ અને તાલીઓ વસૂલ કરશે. આ ફિલ્મમાં રાહુલ દેવ, અભિમન્યુ સિંહ અને અરવિંદ સ્વામી મુખ્ય નકારાત્મક (વિલન) રોલમાં જોવા મળશે. ઓગસ્ટના અંત સુધીમાં ભારતનું શૂટિંગ શેડ્યૂલ પૂર્ણ કર્યા બાદ સમગ્ર ટીમ ટૂંકા શૂટિંગ શેડ્યૂલ માટે યુરોપ રવાના થશે.

 

આગામી વર્ષે ઈદના પાવન અવસરે રિલીઝ થનારી આ શિર્ષક વગરની ફિલ્મ ('SVC63') પાસેથી સલમાન ખાનના ચાહકોને ભારે અપેક્ષાઓ છે. આ સિવાય સલમાન ખાનની અન્ય એક ચર્ચિત ફિલ્મ 'માતૃભૂમિ' નું શૂટિંગ પણ પૂર્ણ થઈ ગયું છે, જે અપૂર્વ લાખિયાના નિર્દેશનમાં બની છે અને વર્ષ ૨૦૨૬ ના અંત સુધીમાં મોટા પડદા પર દસ્તક દેવા માટે સંપૂર્ણ તૈયાર છે.

(8:20 PM IST)