<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

રૂ.૪૦૦૦ કરોડના બજેટ સાથેની ‘રામાયણ'ની પહેલી ઝલક રિલીઝ ભારતીય સિનેમાનીસૌથી ભવ્‍ય ‘રામાયણ' આવી રહી છે

‘રામાયણ' ટીઝર રિલીઝ, સોશિયલ મીડિયા પર ધૂમ

મુંબઈ,તા.૦૨: ભારતીય સિનેમાના ઇતિહાસમાં એક નવો અધ્‍યાય લખાવા જઈ રહ્યો છે. દિગ્‍દર્શક નિતેશ તિવારીની આગામી ફિલ્‍મ ને લઈને અત્‍યારે સમગ્ર દેશમાં અને સોશિયલ મીડિયા પર દર્શકોનો ઉત્‍સાહ ચરમસીમાએ છે. આ ફિલ્‍મને માત્ર એક પૌરાણિક કથા નહીં, પરંતુ ભારતીય સિનેમાની સૌથી ભવ્‍ય માસ્‍ટરપીસ માનવામાં આવી રહી છે. નિર્માતા નમિત મલ્‍હોત્રાના વિઝન સાથે આ મહાકાવ્‍યને ૨ ભાગમાં રજૂ કરવામાં આવશે, જેનું કુલ અંદાજિત બજેટ રૂ.૪૦૦૦ કરોડ હોવાનું કહેવાય છે. હાલમાં જ ફિલ્‍મમાંથી ભગવાન રામની પહેલી ઝલક રિલીઝ કરવામાં આવી છે, જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્‍મની પહેલી ઝલકમાં અભિનેતા રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકામાં સંપૂર્ણપણે ડૂબેલા જોવા મળે છે. ટીઝરમાં તેમના પાત્રની ગંભીરતા અને દિવ્‍યતા સ્‍પષ્ટપણે દેખાય છે. આ નાનકડી ઝલકમાં ભગવાન રામનો રાજ્‍યાભિષેક, વનવાસ, જંગલમાં તેમનો સંઘર્ષ, માતા સીતાનું હરણ અને રાવણની ભયાનક ઝલક પણ દર્શાવવામાં આવી છે. રણબીરના લુક ઉપરાંત, સાઈ પલ્‍લવી અને દક્ષિણ ભારતીય સુપરસ્‍ટાર યશની ઝલકે ચાહકોની ઉત્‍સુકતા બમણી કરી દીધી છે. ફિલ્‍મમાં વપરાયેલ એનિમેશન અને VFX એટલા અદ્વુત છે કે તેની તુલના હોલીવુડની લોર્ડ ઓફ ધ રિગ્‍સ અને અવતાર જેવી ફિલ્‍મો સાથે કરવામાં આવી રહી છે.

ફિલ્મની પહેલી ઝલક શેર કરતી વખતે નિર્માતાઅોઍ  ભગવાન રામના આદર્શો પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, રામ સર્વકાલીન મહાન પુરુષ છે કારણ કે તેમણે હંમેશા લોકહિતમાં નિર્ણયો લીધા હતા. તેમણે પોતાની અંગત ઈચ્છાઅો કરતાં ફરજને અને સ્વાર્થ કરતાં બલિદાનને પ્રાથમિકતા આપી હતી. નિર્માતાઅોના મતે, આ ફિલ્મ માનવ ચેતનાની ભલાઈમાં વિશ્વાસ વધારશે અને વિશ્વમાં શાંતિ સ્થાપિત કરવાનો સંદેશ આપશે. આ ફિલ્મની સૌથી મોટી ખાસિયત તેની શક્તિશાળી સ્ટાર કાસ્ટ (છે, જે સમગ્ર કથાને જીવંત બનાવે છે. ફિલ્મમાં ભગવાન રામના પાત્રમાં જાવા મળશે, જ્યારે ર્લ્ીજ્ઞ્ ર્ભ્ીશ્રર્શ્રીરુજ્ઞ્ માતા સીતા તરીકે પોતાની અભિનય કળા રજૂ કરશે. સાથે જ ર્ળ્ીસ્ન્ત્ર્ લંકેશ રાવણ ના શક્તિશાળી રોલમાં નજર આવશે, જે ફિલ્મમાં નાટકીય તીવ્રતા ઉમેરે છે.  ભગવાન હનુમાનના પાત્રમાં પોતાની અનોખી છાપ છોડશે, જ્યારે લક્ષ્મણ તરીકે કથાને મજબૂતી આપશે. આ તમામ કલાકારોનો સંગમ  ફિલ્મને ભવ્યતા અને ભાવનાત્મક ઊંડાણ આપે છે, જે દર્શકો માટે ઍક યાદગાર અનુભવ બની શકે છે. સંગીતની દુનિયાના ૨ દિગ્ગજા પણ આ ફિલ્મ સાથે જાડાયા છે. અોસ્કાર વિજેતા ઍ.આર. રહેમાન  અને હોલીવુડના સુપ્રસિદ્ધ સંગીતકાર હંસ ઝિમર આ ફિલ્મ માટે સાથે કામ કરી રહ્ના છે. હંસ ઝિમર આ ફિલ્મ સાથે હિન્દી સિનેમામાં પોતાનું ડેબ્યૂ (કરી રહ્ના છે, જે સંગીતપ્રેમીઅો માટે મોટી વાત છે. નિતેશ તિવારીઍ પાત્રોના લુક બાબતે અત્યંત ગુતા જાળવી રાખી હતી. જાકે, ભૂતકાળમાં સેટ પરથી કેટલીક તસવીરો લીક થઈ હતી, પરંતુ સત્તાવાર લુક અત્યારે જ જાહેર કરાયો છે. તાજેતરમાં લોસ ઍન્જલસમાં ખાસ આમંત્રિત મહેમાનો માટે આ ટીઝરનું સ્ક્રિનિગ યોજવામાં આવ્યું હતું. ’આદિપુરુષ’ની નિષ્ફળતા બાદ, દર્શકોની અપેક્ષાઅો આ પ્રોજેક્ટ પાસેથી ઘણી વધારે છે. નમિત મલ્હોત્રાઍ આ ફિલ્મના સ્કેલને ગ્લેડીયેટર જેવી વિશ્વવિખ્યાત ફિલ્મો સાથે સરખાવ્યો છે. ફિલ્મનો પહેલો ભાગ અોક્ટોબર ૨૦૨૬ માં દિવાળીના શુભ અવસરે સિનેમાઘરોમાં રિલીઝ થશે, જ્યારે બીજા ભાગ અોક્ટોબર ૨૦૨૭ માં આવશે. આ ફિલ્મ ભારતીય પૌરાણિક કથાઅોને રજૂ કરવાની રીતમાં ઍક નવો માપદંડ સ્થાપિત કરશે તેવી પૂરી શક્યતા છે.(

(3:36 PM IST)