તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd March 2026
સ્મૃતિ ઈરાનીનો આજે જન્મ દિવસ : કયોંકિ સાસ ભી કભી બહુ થી ની ‘‘તુલસી'' ને ચોમરે થી શુભેચ્છા
મિસ ઇન્ડિયા સ્પર્ધામાં ટોપ ૧૦ માં રહ્યા હતા સ્મળતિ ઈરાની બીજેપીના કાર્યકરથી માજી ટેકસટાઇલ મંત્રી સુધીની રાજકીય યાત્રા, ૨૦૧૯ માં અમેઠી માં રાહુલ ને હરાવી રચ્યો હતો ઇતિહાસઃ બે દાયકા બાદ ફરી ટીવી જગતમાં એન્ટ્રી

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપી : પ્રસિધ્ધ ટીવી અભિનેત્રી અને ભારતીય રાજનેત્રી સ્મળતિ ઈરાનીનો આજે જન્મ દિવસ છે. તેમના સંઘર્ષથી સફળતાની સફર જોઈએ તો ૨૩ મી માર્ચ ૧૯૭૬ ના નવી દિલ્હી ખાતે સ્મળતિ નો જન્મ, તેમના પિતા અજય કુમાર મલ્હોત્રા અડધા પંજાબી અને અડધા મહારાષ્ટ્રીયન છે, જ્યારે માતા શિબાની બાગ્ચી બંગાળી-આસામી છે. સ્મળતિ ત્રણ બહેનોમાં સૌથી મોટાં છે. કહેવાય છે કે તેમની માતા ‘જનસંઘ' ના સભ્ય હતા અને નાના આરએસએસના સ્વયંસેવક હતા. તેમણે હોલી ચાઇલ્ડ સ્કૂલ , નવી દિલ્હીમાં શાળાનો અભ્યાસ કર્યો. ત્યારબાદ દિલ્હી યુનિવર્સિટીના સ્કૂલ ઓફ ઓપન ર્લનિંગ માં થી બીકોમ ની શરૂઆત કરી, પરંતુ અભ્યાસ અધૂરો રહ્યો, જોકે પાછળથી એ ગોલ પણ પૂરો કર્યો.
સ્મળતિ ઈરાનીનો સંઘર્ષ પણ પ્રેરણા દાયક છે તેવો પરિવારને આર્થિક સહાય કરવા નાની ઉમરથી જ કામ શરૂ કર્યું. એક સૌંદર્ય ઉત્પાદનના પ્રમોશન દ્વારા દરરોજ રૂ.૨૦૦ કમાતા,ગ્લેમર જગત તેમને આકર્ષ્યું અને તેમણે મિસ ઇન્ડિયા સ્પર્ધા માં ઝંપલાવ્યું અને તેવો ટોપ ૧૦ ફાઇનલિસ્ટમાં પણ આવ્યા, એટલું જ નહી તેવો એ મેકડોનાલ્ડસ આઉટલેટ માં વેઇટર તરીકે પણ કામ કર્યું.
સ્મળતિ ઈરાનીની ટેલિવિઝન કારકીર્દી વિશે જોઈએ તો તેમણે પ્રથમ વર્ષ ૨૦૦૦ માં ટીવી સીરિયલ ‘‘હમ હૈ કલ આજ ઔર કલ'' અને ‘‘આતીશ''થી આ શરૂવાત કરી, પરંતુ તેમને સાચી લોકપ્રિયતા તો એકતા કપૂર ની સિરિયલ ‘‘કયોંકિ સાસ ભી કભી બહુ થી'' દ્વારા મળી, સ્ટાર પ્લસ ઉપર આ સિરિયલ એ ધૂમ મચાવી, તુલસી વિરાણી ના પાત્ર દ્વારા સ્મળતિ એ લાખો દર્શકો ના દિલ માં સ્થાન મેળવ્યું, ઘર ઘર સ્મળતિ ને લોકો ઓળખવા લાગ્યા આ સીરિયલ ૮ વર્ષ ચાલી લાખો દર્શકો એ પસંદ કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો, ગયા વર્ષે થી ફરી માં લગભગ ૨ દાયકા પછી ‘‘કયો કી સાંસ ભી કભી બહુ થી ૨ '' માં ફરી ‘‘તુલસી''ના રૂપમાં પાછાં ફર્યાં અને રૂ.૧૪ લાખ પ્રતિ એપિસોડ સાથે ભારતના સૌથી વધુ મહેનતાણું મેળવનાર ટીવી અભિનેત્રી બન્યા છે.
સ્મળતિ ઈરાનીની રાજકીય યાત્રા જોઈએ તેમણે રાજકારણમાં પ્રવેશ બીજેપી સાથે કર્યો અને તેઓ એ ૨૦૦૩ ની આસપાસ સક્રિય રાજકારણ શરૂ કર્યું. પ્રારંભિક ચૂંટણી ૨૦૦૪ લોકસભા ચૂંટણીમાં તેમણે કપીલ સિબ્બલ સામે ચૂંટણી લડી, પરંતુ હારી ગયા આમ છતાં, તેઓ પાર્ટીમાં ઝડપથી આગળ વધ્યા , વર્ષ ૨૦૧૧ માં તેવો ગુજરાતમાંથી રાજ્યસભા સભ્ય બન્યા, અહીંથી તેમની રાષ્ટ્રીય રાજકારણમાં મજબૂત હાજરી બની, ત્યાર નરેન્દ્રભાઇ મોદીની સરકાર માં તેમને વર્ષ ૨૦૧૪ થી ૨૦૧૬ દરમ્યાનમાં મહત્વનુ એવું માનવ સંસાધન વિકાસ મંત્રી પદ મળ્યું, ત્યાર બાદ ટેક્સટાઇલ મંત્રી, મહિલા અને બાળ વિકાસ મંત્રી રહ્યા છે.
સ્મળતિ ઈરાની એ વર્ષ ૨૦૧૪માં રાહુલ ગાંધી સામે અમેઠી થી ચૂંટણી લડી , આ બેઠક રાહુલ ગાંધીનો ગઢ હતો પરીણામ પણ સ્વીકળત હતું, સ્મળતિ ચૂંટણી હારી ગયા પણ એમણે હાર ના માની તેમને અમેઠી માં જ ઘર લઈ મોટાભાગે ત્યાં રહેવા લાગ્યા અને આ બેઠકના પ્રશ્નો અને સમસ્યાને ન્યાય આપી પ્રજાજનોના દિલમાં જગ્યા બનાવી અને એનું અદભુત પરીણામ આપ્યું વર્ષ ૨૦૧૯ માં ફરી એ જ સીટ પરથી લડી અને આ વખતે રાહુલ ગાંધીને હરાવી ઐતિહાસિક જીત મેળવી, તેઓ બીજેપી માં રાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ નેતા તરીકે જાણીતા છે,તેમની વકતળત્વ કળા અને આક્રમક રાજકીય શૈલી માટે અનેરી છાપ ધરાવે છે.
સ્મળતિ ઈરાનીના દાંપત્ય જીવન વિશે જોઈએ તો તેમણે વર્ષ ૨૦૦૧માં ઝૂબિન ઈરાની સાથે લગ્ન કર્યા, કે જેઓ એક વ્યાપારી છે, તેમના આ દાંપત્ય જીવન દરમ્યાન તેમને તેમના બે સંતાનો છે ,પુત્ર ઝોહર ઈરાની અને,પુત્રી ઝોઇશા ઈરાની આ ઉપરાંત, ઝુબિન ઈરાનીના પહેલા લગ્નમાંથી એક પુત્રી શાનેલા ઈરાની પણ છે, જેને સ્મળતિ ઈરાની પોતાના સંતાનની જેમ જ સંભાળે છે, તેમનું દામ્પત્ય જીવન સામાન્ય રીતે સ્થિર અને સપોર્ટિવ માનવામાં આવે છે.
સ્મળતિ ઈરાની પોતાના પરિવાર સાથેના ફોટા અને ક્ષણો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે, તેઓ પરિવાર અને રાજકારણ વચ્ચે સારો સંતુલન જાળવવા માટે જાણીતા છે. સ્મળતિ આજે પણ બીજેપી માં સક્રિય અને પ્રભાવશાળી નેતા છે, આજે એટલે કે ૨૩ મી માર્ચ ૨૦૨૬ ના રોજ યશવી કારકિર્દી ના ૫૦ વર્ષ પૂર્ણ કરી ૫૧ માં વર્ષ માં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. Happy birthday Smruti Ji...
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
