News of Monday, 16th March 2026
બોલિવૂડમાં સફળતાની ચોકલેટ દેખાડીને શોષણ કરાય છે
અભિનેત્રી તનુશ્રી દત્તા કલાકારોને શોબિઝની વાસ્તવિકતાથી સાવધ કર્યા : શોષણમાં સપડાયેલા કેટલાક સ્ટાર બનાવવાની લાલચ સાથે નવોદિતો દેહવ્યવસાયમાં ફસાયા હોવાનો તનુશ્રીનો દાવો

નવી દિલ્હી,તા.૧૬: તનુશ્રી દત્તાએ ફરી એકવાર મનોરંજન ઉદ્યોગની ગ્લેમર પાછળ રહેલી પરેશાન કરનારી વાસ્તવિકતા ઉજાગર કરીને ઊભરતા કલાકારોને ષડયંત્રો અને શોષણ સામે સાવધ કર્યા છે. એક પોડકાસ્ટમાં વાત કરતા તનુશ્રીએ જણાવ્યું કે અનેક નવોદિત કલાકારો પ્રશંસા અને સફળતાના વચનોથી અંજાઈ જાય છે અને પછી તેમણે મુશ્કેલ તેમજ સમાધાનકારી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. મીટૂ ચળવળથી ગાજેલી તનુશ્રી દત્તાએ ફરી એકવાર બોલીવૂડ સામે સવાલો ઊભા કરતા જણાવ્યું કે કેટલાક નવોદિત કલાકારો શોષણ થયા પછી વેશ્યાવૃત્તિ જેવા કામોમાં ફસાઈ જાય છે તો કેટલાક ચૂપચાપ પોતાના વતન પાછા ચાલ્યા જાય છે.
તનુશ્રી દત્તાના જણાવ્યા અનુસાર આ પ્રક્રિયા મોટાભાગે ખુશામતથી શરૂ થાય છે. નવોદિત કલાકારોને કહેવામાં આવે છે કે તેમની પાસે સ્ટાર્સ બનવાનો દેખાવ અને ક્ષમતા છે, જેના કારણે તેમનો આત્મવિશ્વાસ અને આશા વધી જાય છે. જો કે તનુશ્રી માને છે કે આવી ખુશામત ક્યારેક એક વિશાળ છટકાનો હિસ્સો હોવાની સંભાવના છે. વિશ્વાસ હાંસલ કર્યા પછી કેટલીક વ્યક્તિઓ કથિત રીતે નવોદિતોને શંકાસ્પદ મીટિગો અથવા તકો તરફ દોરી જાય છે, જેના કારણે તેમના માટે સાવધ અને
અનુશાસિત રહેવું ખૂબ જ જરૂરી છે. વીતેલા વર્ષોની આ અભિનેત્રીએ આવી સ્થિતિઓને બાળકોને અજાણી વ્યક્તિઓ બાબતે વાલીઓ દ્વારા અપાતી ચેતવણી સાથે સરખાવી છે. એક તરફ બાળકોને અજાણી વ્યક્તિઓ પાસેથી ચોકલેટ ન લેવાની શિખામણ આપવામાં અને ઈચ્છાઓ અહીં નવોદિતોને લલચાવવા માટેની ચોકલેટ બની જાય છે. તનુશ્રી દલીલ કે છે કે કેટલીક વ્યક્તિઓ આવી મહત્વાકાંક્ષાનો ગેરલાભ ઉઠાવીને તકો શોધતા અસહાય આવે છે, પણ મનોરંજન ઉદ્યોગમાં નવોદિતોને અન્ય રીતે લાલચો આપવામાં આવે છે. મહત્વાકાંક્ષા, સ્વપ્રો નવોદિતોને ભોળવે છે.
તનુશ્રી દત્તા આવા મુદ્દાઓ બાબતે સતત ખુલ્લેઆમ બોલતી રહી છે. તેને આશા છે કે પ્રસિદ્ધ થવાના સ્વપ્રો સાથે આવતા ઊભરતા કલાકારોને તે સાવધ કરી શકશે. તનુશ્રીના દાવા મુજબ કેટલાક યુવા પુરુષ અને મહિલાઓનું અહીં શોષણ થાય છે અને પછી આખરે તેમની ઉપયોગિતા પૂરી થતા તેમને ત્યજી દેવામાં આવે છે. તનુશ્રીના મતે કેટલાક તેમના ભાવનાત્મક નુકસાન અને તુટેલા સ્વપ્રો સાથે ચૂપચાપ ફિલ્મ ઉદ્યોગ છોડી દે છે અને તેમના વતન પાછા ચાલ્યા જાય છે.
તનુશ્રીએ એવો પણ ગંભીર આરોપ લગાવ્યો કે કેટલાક આંત્યતિક કિસ્સાઓમાં શોષણને કારણે પીડિતો વેશ્યાવૃત્તિ જેવી વધુ ઘેરી પરિસ્થિતિમાં ધકેલાઈ જાય છે. તનુશ્રી માને છે કે આવી વાતો ભાગ્યેજ જાહેર થાય છે કારણ કે ઉદ્યોગમાં માત્ર સફળતાની વાર્તાઓ જ પ્રકાશમાં આવતી હોય છે. તનુશ્રીએ જણાવ્યું કે એક સમયે તેણે પોતાની એક એવી સહકલાકારથી અંતર બનાવી લીધુ હતું જેના વિચારો આવી સમાધાનકારી પરિસ્થિતિઓને વાજબી ઠેરવતા હોવાનો તેને અહેસાસ થયો.
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
