<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

રણવીર સિંહનો રમતિયાળ અંદાજ અને 'આરી-આરી'નો જબરદસ્ત ક્રેઝ: 'ધુરંધર 2' ના પહેલા ગીતે રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

બોમ્બે રોકર્સના ૧૯ વર્ષ જૂના સુપરહિટ ટ્રેકને શાશ્વત સચદેવે આપ્યો આધુનિક ટચ; હમઝાના પાત્રમાં રણવીરના પાવરફુલ ડાન્સ મૂવ્સે ઈન્ટરનેટ પર લગાવી આગ, ગણતરીના કલાકોમાં લાખો વ્યુઝ

મુંબઈ:બોલિવૂડનો સુપરસ્ટાર રણવીર સિંહ ફરી એકવાર મોટા પડદા પર ધમાલ મચાવવા તૈયાર છે. તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ધુરંધર 2' નું પહેલું ગીત 'આરી-આરી' રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મના ટ્રેલરમાં આ ગીતની ઝલક જોયા બાદ ચાહકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે ગીતે રિલીઝ થતાની સાથે જ યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ટ્રેન્ડિંગ લિસ્ટમાં સ્થાન મેળવી લીધું છે.

આરી-આરી' ગીત વાસ્તવમાં પ્રખ્યાત બેન્ડ 'બોમ્બે રોકર્સ'ના ૧૯ વર્ષ જૂના ક્લાસિક ઇન્ડી-પોપ ટ્રેકનું નવું વર્ઝન છે. સંગીતકાર શાશ્વત સચદેવે આ ગીતને આજના જમાના મુજબ હાઈ-વોલ્ટેજ બીટ્સ અને શક્તિશાળી મ્યુઝિક સાથે કંપોઝ કર્યું છે. ગીતના આધુનિક સંસ્કરણમાં ભારતીય રેપ આર્ટિસ્ટ 'રેબેલ' દ્વારા ઉમેરવામાં આવેલો રેપ ટચ ગીતની ઉર્જામાં વધારો કરે છે. આ ગીતના હૃદયસ્પર્શી શબ્દો જાણીતા ગીતકાર ઇર્શાદ કામિલે લખ્યા છે.
આ ગીતમાં રણવીર સિંહ તેના પાત્ર 'હમઝા' ના અતરંગી અને આક્રમક અંદાજમાં જોવા મળે છે. તેની સ્ક્રીન પ્રેઝન્સ અને અદભૂત ડાન્સ સ્ટેપ્સે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. ગીત રિલીઝ થયાના થોડા જ કલાકોમાં ૯ લાખથી વધુ વ્યુઝ મેળવી ચૂક્યું છે. સોશિયલ મીડિયા પર ફેન્સ રણવીરના આ નવા લુક અને ગીતના એનર્જેટિક મ્યુઝિકના ભારોભાર વખાણ કરી રહ્યા છે. 'ધુરંધર 2' નું ટ્રેલર પહેલાથી જ હિટ સાબિત થયું છે, અને હવે આ ગીતે ફિલ્મ પ્રત્યેની ઉત્સુકતા બમણી કરી દીધી છે.
 આદિત્ય ધરે દિગ્દર્શિત કરેલી આ એક્શન-પેક્ડ ફિલ્મ ૧૯ માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. પ્રથમ ભાગની ભવ્ય સફળતા બાદ, રણવીર સિંહ આ સિક્વલમાં બોક્સ ઓફિસ પર કેટલા રેકોર્ડ તોડે છે તે જોવું રસપ્રદ રહેશે. ફિલ્મમાં રણવીરની સાથે અન્ય કયા કલાકારો જોવા મળશે અને તેની વાર્તામાં કેવા વળાંકો આવશે તે જાણવા માટે ચાહકો હવે માત્ર ગણતરીના દિવસોની રાહ જોઈ રહ્યા છે

(1:11 AM IST)