તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th February 2026
સાડીમાં તૃપ્તિ ડીમરીનો કાતિલ લૂકઃ ચાહકો પાગલ
‘ઓ રોમીયો'નું કરી રહી છે પ્રમોશનઃ શાહિદ કપૂર સાથેની ફિલ્મ આવશે ૧૩મીએ

મુંબઇ તા. ૬: અભિનેત્રી તૃપ્તી ડીમરી તેની આવનારી ફિલ્મ ‘ઓ રોમિયો'ના કારણે ફરી ચર્ચામાં છે. આ ફિલ્મના પ્રમોશન વખતે તે સાડી લૂકમાં જોવા મળી હતી. તેના આ ગ્લેમરસ લૂક, કાતિલ અદાઓ પર ચાહકો ફીદા થઇ ગયા હતાં.
તૃપ્તિ ડિમરીએ ફરી એકવાર એ સાબિત કરી દીધું છે કે અસલી ગ્લેમર હંમેશા સિમ્પલ લુકમાં હોય છે. હમણા જ તેની અપકમિંગ ફિલ્મ ‘ઓ રોમિયો'ના પ્રમોશન દરમિયાન તેનો આ સ્ટાઈલિશ અને નેચરલ લૂક દરેકનું ધ્યાન ખેંચી રહ્યો છે. તેના આ લૂકને જોઇ ચાહકો કહે છે સિમ્પલ જ સૌથી બેસ્ટ હોય છે. તૃપ્તિએ જાંબુડીયા રંગની શિફોન સાડી પહેરી હતી. તેના પરના સ્ટારની ડિઝાઇન સાડીને મોડર્ન લૂક આપતા હતાં. સાડી સાથે મેચિંગ સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યો હતો. જેમાં કરવામાં આવેલું હેવી વર્ક તેના લૂકને પુરી રીતે રેડ કાર્પેટ બનાવી રહ્યું છે.
ગળામાં કશુ નથી પહેર્યું પણ હાથમાં થોડીક ક્લાસિક વીંટીઓ પહેરી હતી. જે બતાવે છે કે જો તમારો આઉટફિટ અને કોન્ફિડન્સ સારું હોય તો વધારે ઘરેણાની પણ જરૂર નથી. ૨૦૧૭થી કારકિર્દી શરૂ કરનારા તૃપ્તિએ પોસ્ટર બોયઝ, લૈલા મજનુ, ઓટીટી પર બુલબુલ, કાલા, બેડ ન્યુઝ, ભૂલભૂલૈયા-૩, વિક્કી વિદ્યા કો વો વાલા વિડીયો સહિતની ફિલ્મો કરી છે. તેને એનિમલ (૨૦૨૩)થી વધુ ઓળખ મળી છે. હવે ઓ રોમિયોમાં તે શાહિદ કપૂર સાથે જોવા મળશે. આ ફિલ્મ આગામી શુક્રવારે ૧૩મીએ રિલીઝ થશે
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
