તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th February 2026
હાસ્ય અને ફેમિલી એન્ટર્ટેઇનમેન્ટનો ફૂલ ડોઝ ‘‘પાસ નાપાસ '' કાલે સિનેમા ઘરોમાં રિલીઝ

રાજકોટઃ ગુજરાતી સિનેમાના દર્શકો માટે એક નવીન અને સંપૂર્ણ મનોરંજક ફિલ્મ લઈને આવી રહ્યું છે કૃણાલ ઠક્કર પ્રોડક્શન હાઉસ બહુપ્રતીક્ષિત ફિલ્મ પાસના પાસ, હાસ્ય, પરિવારિક ભાવનાઓ અને રસપ્રદ ઘટનાઓથી ભરપૂર આ ફિલ્મ તા.૬ શુક્રવારે ગુજરાતના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મ પાસના પાસ આજના યુવાનો, પરિવાર અને સમાજ સાથે જોડાયેલી મજેદાર પરિસ્થિતિઓને અનોખી રીતે રજૂ કરે છે. કથામાં હાસ્યની સાથે સાથે સંવેદનશીલતા અને મનોરંજનનો સુંદર સુમેળ જોવા મળે છે, જે દરેક વર્ગના દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવશે ફિલ્મ પાસ ના પાસ આજના યુવાનો, પરિવાર અને સમાજ સાથે જોડાયેલી મજેદાર પરિસ્થિતિઓને અનોખી રીતે રજૂ કરે છે. કથામાં હાસ્યની સાથે સાથે સંવેદનશીલતા અને મનોરંજનનો સુંદર સુમેળ જોવા મળે છે, જે દરેક વર્ગના દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવશે આ ફિલ્મના રાઇટર અને ડિરેક્ટર રફીક તાલુકદાર છે. ફિલ્મનું નિર્માણ કૃણાલ ઠક્કર અને દિવ્યાંગ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે કમલેશ દોશી અને શશી બુદ્ધદેવ સહ-નિર્માતા તરીકે જોડાયા છે.
ફિલ્મનું સંગીત સમિર માનાનું છે. ગીતો દશરથ મેવાલ દ્વારા લખાયા છે અને સિનેમેટોગ્રાફી હરીશ જોષીએ સંભાળી છે. નૃત્ય દિગ્દર્શન રિચર્ડ બર્ટનનું છે અને એક્શન દ્રશ્યોને કૌશલ મોઝેસએ શાનદાર રીતે કોરિયોગ્રાફ કર્યા છે. ફિલ્મને રિલીઝની જવાબદારી ૅરૂપમ એન્ટર ટેઇનમેન્ટ અને માતાજી ફિલ્મ્સ દ્વારા સંભાળવામાં આવી રહી છે જ્યારે ફિલ્મની પબ્લિસિટી અને પ્રમોશનનું સંપૂર્ણ કાર્ય સિનેમેજીક પબ્લિસિટીૅ - ભરત શર્મા અને શુભમ શર્મા દ્વારા કરવામાં આવી રહ્યું છે.
(4:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
