<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

૬ મિનિટ માટે ૬ કરોડ રૂપિયા

તમન્ના ભાટિયાએ ન્‍યુ યર પર્ફોર્મન્‍સ માટે તગડી ફી લીધી હોવાની ચર્ચા

મુંબઈ,તા.૦૯: ઍક્‍ટ્રેસ તમન્ના ભાટિયા તેના સુપરહિટ આઇટમ-નંબરને કારણે ફેમસ છે. તેના ‘આજ કી રાત' અને ‘ગફૂર' જેવાં ગીતો સુપરહિટ રહ્યાં છે. તાજેતરમાં ૩૧ ડિસેમ્‍બરે ગોવામાં એક ક્‍લબમાં યોજાયેલી ન્‍યુ યર ઇવેન્‍ટ દરમ્‍યાન તમન્નાએ જબરદસ્‍ત ડાન્‍સ-પર્ફોર્મન્‍સ આપ્‍યો હતો. તમન્નાનો આ ડાન્‍સ ફેન્‍સને બહુ પસંદ પડી રહ્યો છે અને એનો વિડિયો સોશ્‍યલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે તમન્નાએ માત્ર ૬ મિનિટના પર્ફોર્મન્‍સ માટે ૬ કરોડ રૂપિયા જેટલી તગડી ફી લીધી છે. આ ભારેભરખમ ફી હાલ ચર્ચાનો વિષય બની ગઈ છે. આ સાથે તમન્ના ડાન્‍સ-નંબરો માટે સૌથી વધારે ફી લેતી ઍક્‍ટ્રેસની યાદીમાં સામેલ થઈ ગઈ છે.

(10:39 AM IST)