તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th January 2026
બોક્સ ઓફિસ પર ફરી ગુંજશે 'હિન્દુસ્તાન ઝિંદાબાદ'ના નારા: 'બોર્ડર 2' તોડશે લંબાઈના તમામ રેકોર્ડ, શું 200 મિનિટનો રનટાઈમ પ્રેક્ષકોને જકડી રાખશે?
સની દેઓલ અને વરુણ ધવનની 'બોર્ડર 2' હશે 3 કલાક અને 20 મિનિટ લાંબી; પુષ્પા 2 અને ધૂરંધરની જેમ લોંગ રનટાઈમ સાથે ઈતિહાસ રચવા તૈયાર, 23 જાન્યુઆરીએ થશે યુદ્ધનો આરંભ

મુંબઈ: વર્ષ 1997માં આવેલી આઈકોનિક ફિલ્મ 'બોર્ડર'ની યાદો આજે પણ દરેક ભારતીયના હૃદયમાં જીવંત છે. હવે 29 વર્ષ બાદ તેની સિક્વલ 'બોર્ડર 2' (Border 2) બોક્સ ઓફિસ પર ધમાકેદાર એન્ટ્રી કરવા માટે સજ્જ છે. આ ફિલ્મ માત્ર કલાકારોની મોટી ફોજ માટે જ નહીં, પરંતુ તેના અસાધારણ લાંબા રનટાઈમ માટે પણ ચર્ચાનું કેન્દ્ર બની છે. અહેવાલો મુજબ, આ ફિલ્મ 3 કલાકથી પણ વધુ લાંબી હશે, જે આધુનિક સિનેમાના ટ્રેન્ડને પડકાર આપશે.
સામાન્ય રીતે આજના સમયમાં ફિલ્મો 2 કલાકની આસપાસની હોય છે, પરંતુ નિર્માતાઓના મતે 'બોર્ડર 2' ને ન્યાય આપવા માટે 200 મિનિટ (આશરે 3 કલાક અને 20 મિનિટ) નો સમય જરૂરી છે. ફિલ્મમાં ચાર મોટા સુપરસ્ટાર્સ - સની દેઓલ, દિલજીત દોસાંઝ, વરુણ ધવન અને અહાન શેટ્ટી - મુખ્ય ભૂમિકામાં છે. દરેક પાત્રના બેકગ્રાઉન્ડ, ભાવનાત્મક સંઘર્ષ અને યુદ્ધના મેદાનના ભીષણ દ્રશ્યોને વિસ્તૃત રીતે દર્શાવવા માટે આટલા લાંબા સમયની જરૂરિયાત હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
તાજેતરમાં 'પુષ્પા 2', 'એનિમલ' અને 'ધૂરંધર' જેવી ફિલ્મોએ સાબિત કરી દીધું છે કે જો કન્ટેન્ટમાં દમ હોય, તો દર્શકો 3 કલાકથી વધુ સમય સુધી સીટ પર ચોંટી રહે છે. 'બોર્ડર 2' માં પણ દેશભક્તિના એવા દ્રશ્યો અને ડાયલોગ્સ વણી લેવામાં આવ્યા છે જે પ્રેક્ષકોને સીટી વગાડવા મજબૂર કરી દેશે.
: અનુરાગ સિંહના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં મોના સિંહ, સોનમ બાજવા અને મેધા રાણા જેવા કલાકારો પણ મહત્વના રોલમાં જોવા મળશે. જે.પી. દત્તા અને ટી-સીરીઝના સહયોગથી બનેલી આ ફિલ્મ આગામી 23 જાન્યુઆરી, 2026 ના રોજ ગણતંત્ર દિવસના સપ્તાહમાં રિલીઝ થવાની છે.
સની દેઓલ ફરી એકવાર પોતાના પાવરફુલ અંદાજમાં પાકિસ્તાની સેનાના છક્કા છોડાવતા જોવા મળશે. સોશિયલ મીડિયા પર અત્યારથી જ આ ફિલ્મને લઈને જબરો ક્રેઝ જોવા મળી રહ્યો છે, અને માનવામાં આવે છે કે તે વર્ષ 2026ની સૌથી મોટી ઓપનર સાબિત થઈ શકે છે.
(8:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
