<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

‘ધુરંધર' રણવીરની પહેલી A રેટેડઃ ૨૧૪ મિનિટની ફિલ્‍મ

સેન્‍સર બોર્ડે ૨ દૃશ્‍યો કાપીને અપશબ્‍દો મ્‍યુટ કર્યા

મુંબઈ,તા.૦૩: રણવીર સિહની ‘ધુરંધર' રિલીઝ થવાને ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્‍યારે હવે આ ફિલ્‍મને સેન્‍સર બોર્ડ દ્વારા એ સર્ટિફિકેટ આપવામાં આવ્‍યું છે. આ ફિલ્‍મનો અંતિમ સમય ૩ કલાક અને ૩૨ મિનિટનો  એટલે ૨૧૪ મિનિટનો છે. આ રીતે આ ફિલ્‍મ છેલ્‍લા ૧૭ વર્ષની સૌથી લાંબી ફિલ્‍મ છે. છેલ્‍લે આટલી લાંબી જે ફિલ્‍મ આવી હતી, તે ૨૦૦૮માં જોધા અકબર હતી, જે ૨૧૪ મિનિટ લાંબી હતી.

વધુમાં, સેન્‍સર બોર્ડ દ્વારા આ ફિલ્‍મને એ સર્ટિફિકેટ આપવામાં આવ્‍યું છે, આમ રણવીરના ૧૫ વર્ષના કેરિઅરમાં આ તેની પહેલી એ રેટેડ ફિલ્‍મ છે. આ ફિલ્‍મમાં હિન્‍દી વોઇસ ઓવરમાં ચેતાવણી મુકવાનું કહેવાયું છે. આ વોઇસ ઓવરને સમાવવા માટે પણ ફિલ્‍મની લંબાઈ વધારવામાં આવી છે. આ સાથે જ ધુમ્રપાન વિરોધી અને ડ્રગ વિરોધી સૂચનાઓ પણ વિવિધ સીનમાં ઉમેરાઈ છે.

ફિલ્‍મની શરુઆતમાં થોડા હિસક લ્લશ્‍ય દુર કરાયા છે અને ત્‍યાં અન્‍ય શોટ ઉમેરાયા છે. ફિલ્‍મના બીજા ભાગમાં સેન્‍સર બોર્ડે  કેટલાક હિસક લ્લશ્‍યો બદલવા સૂચન કર્યું છે. જ્‍યારે એક મંત્રીનું નામ બદલવાનું કહેવાયું છે, છેલ્‍લે કેટલીક ગાળો પણ મ્‍યુટ કરવામાં આવી છે.

આ સાથે એન્‍ડ ક્રેડિટમાં વધારાનું સંગીત પણ ઉમેરવામાં આવ્‍યું છે. આ બધાં ફેરફાર થઈ જાય પછી ધુરંધરને ૨ ડિસેમ્‍બરે સેન્‍સરે સર્ટિફિકેટ આપ્‍યું હતું. આ ફિલ્‍મમાં સંજય દત્ત, અક્ષય ખન્ના, આર.માધવન, અર્જૂન રામપાલ અને સારા અર્જૂન સહિતના કલાકારો છે, જે આદિત્‍ય ધર દ્વારા ડિરેક્‍ટ કરવામાં આવી છે.

(10:08 AM IST)